જૂનમાં આ તારીખથી ગુજરાતમાં ચોમાસાની થશે એન્ટ્રી; કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

Gujarat Monsoon Forecast: ચોમાસું હાલ મુંબઈ આસપાસ ઉભું રહી ગયું છે. ત્યારે ગુજરાતમાં ભેજથી સર્જાયેલી સ્થાનિક પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ (Gujarat Monsoon Forecast) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ થશે તેવી આગાહી આપવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14-15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે.

14-15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14-15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે. આ સાથે તેમણે અમદાવાદના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

અમદાવાદમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના રહેશે.

આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી
આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શકયતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. કેરલા અને મુંબઈ સુધી ચોમાસુ વહેલું આવ્યા બાદ મુંબઈ થી ચોમાસુ આગળ ધપવાના બદલે ત્યાં અટકી જતા અને નવી કોઇ સિસ્ટમ નહીં બનતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે. આમ દક્ષિણ ગુજરાતમાં 14-15 જુન પછી વરસાદની પધરામણી થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.