ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી: જાણો આ દિવસે છે રેડ અને ઓરેંજ એલર્ટ

Gujarat Monsoon 2024: ચોમાંસીની વિદાય વચ્ચે રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને (Gujarat Monsoon 2024) લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાતો દ્વારા નવરાત્રીમાં (Navratri) વરસાદ વરસશે તે અંગે માહિતી આપ્યા બાદ ફરી એકવાર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. નવરાત્રી બાદ એટલે કે દશેરાના દિવસે અમુક જીલ્લાઓમાં વરસાદ વરસવાની શક્યતા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 ઓકટોબરના રોજ રાજ્યના કેટલાક જીલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દીવ, દમણ અને, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકવાની સંભાવના રહેલી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેલમાર્ક લૉ પ્રેસર બનતા રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયા કાંઠા વિસાતમાં સહિત ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં મોટા ભાગે સાંજના સમયે વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે હવામાન વિભાગ દ્વારા અન્ય કોઈ જીલ્લામાં આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગની આગાહી જાણ્યા બાદ ભક્તો રાવણ દહનના સમયે વરસાદ ન વરશે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા અન્ય કોઇ જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી નથી. ઉપરાંત રાવણ દહનના સમયે વરસાદ ન વરશે તેવી ભક્તો પ્રાર્થના કરી રહ્યા છે.