Gujarat VidhanSabha Monsoon Session: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી શરૂ થશે. આ સત્રમાં ઘણા મહત્ત્વના બિલ રજૂ કરવામાં આવશે. ત્યારે આ સત્ર 21થી 23 ઓગસ્ટ સુધી ચાલશે. મળતી માહિતી અનુસાર ત્રણ દિવસ ચાલનારા આ ચોમાસું સત્રમાં(Gujarat VidhanSabha Monsoon Session) કાળાજાદૂ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે.
આ સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટેનું બિલ પણ રજૂ કરાશે. જોકે અન્ય બીજા કયા બિલ રજૂ કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
રાજ્યમાં તાંત્રિક વિધિના કિસ્સામાં અનેક લોકોના જીવ ગુમાવ્યા હોવાના સમાચાર સામે આવતા હોય છે. નકલી તાંત્રિકોના બાળકીઓ અને મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યાની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. કારણે ત્યારે આવા નકલી તાંત્રિકો સામે કડક પગલાં લેવા ચોમાસું સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 21 ઓગસ્ટથી શરૂ થશે. આ ચોમાસું સત્રમાં મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. માહિતી અનુસાર 3 દિવસ ચાલનારા ચોમાસું સત્રમાં 5 બિલ રજૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને કાળાજાદૂ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે. આ સાથે જ રાજ્યમાં બનેલી રહેલા ભ્રષ્ટાચરના કિસ્સાઓને ડામવા અને સબક શીખવાડવા કાડક કાર્યવાહી માટેનું બિલ પણ રજૂ કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App