Ambalal Patel Predicts: આ વર્ષે નૈઋત્યના ચોમાસાએ તેના નિર્ધારિત સમય કરતાં એક સપ્તાહ વહેલા કેરળમાં દસ્તક દીધી હતી. જે બાદ ચોમાસું ધીમે-ધીમે આગળ (Ambalal Patel Predicts) વધીને 26 મેની આસપાસ મહારાષ્ટ્રમાં બેસી ગયું હતુ. જો કે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાતા ચોમાસું આગળ વધતુ અટકી ગયું હતુ. જેના પરિણામે અત્યારે ગુજરાતમાં અસહ્ય બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યાં છે. બફારાથી ત્રસ્ત લોકો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
14 જૂન પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી તીવ્ર બનશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યા છે, તે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદ છે. આવતીકાલથી આ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે અને 14 જૂન પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટ વધારે તીવ્ર બનશે. નૈઋત્યના ચોમાસા અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 20 તારીખથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. જો કે તેની પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટી થવાની છે.
અમુક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા
અત્યારે વાતાવરણમાં ઊંચુ તાપમાન, વાદળો અને ભેજના કારણે લોકલ સિસ્ટમ બની રહી છે, જેના કારણે વરસાદ પડી રહ્યો છે. જે આગામી 12 જૂન સુધી યથાવત રહેશે, પરંતુ આવતીકાલે 9 તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારો ઘટી જશે. આ દરમિયાન અમુક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થાય છે. આથી તારીખ 11થી ચોમાસું સક્રિય થશે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. 12થી 15 જૂનમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
તારીખ 22 સુધીમાં રાજ્યના મોટાભાગના ભાગોને ચોમાસું આવરી લેશે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 7થી 9 જૂનમાં અણધાર્યો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 13થી 22માં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અતિભારે વરસાદને કારણે ડ્રેનેજ સિસ્ટમને સારી કરવાની જરૂર છે. કારણ કે, કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ ખાબકી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App