મોરબી બ્રિજ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 135ના મોતની પુષ્ટિ થઈ છે. આ ઘટનામાં 40 થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. 100 થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. કેટલાક ગુમ પણ છે. આ બધાની વચ્ચે ઘણી દુઃખદ વાર્તાઓ બહાર આવી રહી છે. આવી જ એક વાર્તા સુરેન્દ્રનગરની જીનલબેન નામની મહિલાની છે, જેની સામે તેના પતિ અને ભાઈનું મૃત્યુ થયું હતું.
અહેવાલ મુજબ મૃતક યુવકનું નામ આનંદભાઈ મનસુખભાઈ સિંધવ છે. તે સુરેન્દ્રનગર વઢવાણ રોડના શક્તિનગર વિસ્તારનો રહેવાસી હતો. છ મહિના પહેલા તેમના લગ્ન થયા હતા. આનંદભાઈના બહેન મોરબીમાં રહે છે. આનંદભાઈ અને તેમના પત્ની મોરબી બહેનને મળવા ગયા હતા. 30 ઓક્ટોબરની સાંજે તેઓ સૌપ્રથમ મોરબી મણી મંદિરે ગયા હતા. અને પછી ઝૂલતા પુલ પર ગયા. બધા પુલ પર જઈ રહ્યા હતા, પરંતુ આનંદભાઈનો ભત્રીજો ઝૂલતા પુલ પર જતા ડરી ગયો. જેના કારણે આનંદભાઈની બહેન અને તેમના પત્ની ભત્રીજા સાથે નીચે જ રહ્યા. આનંદભાઈ અને તેમના સાળા રાહુલભાઈ વાઘેલા પુલ પર ગયા હતા. અને પછી… પુલ તૂટી પડ્યો.
મૃતકના પત્ની જીનલબેન આનંદભાઈ સિંધવે જણાવ્યું હતું કે, હું મારા પતિ, ભાઈ અને ભાભી સાથે ઝુલતા પુલ જોવા ગઈ હતી ત્યારે અમે ચારેય જણ અને મારું છ માસનું બાળક પુલ પર ગયા હતા. પુલ ધ્રૂજી રહ્યો હતો, પછી બાળક રડવા લાગ્યું. હું અને મારી ભાભી પણ ડરી ગયા. પછી હું અને મારી ભાભી બહાર આવી ગયા. મારા પતિએ કહ્યું, ‘અમે આવીએ છીએ’. પછી તો અમારી નજર સામે પલ તૂટી પડ્યો, અને મારી નઝરની સામે જ પતિ અને ભાઈ પાણીમાં ડૂબી ગયા”
જીનલબેન અને નિરુપમાબેન બંનેએ પોતાના પતિને પાણીમાં ડૂબતા જોયા હતા. સુરેન્દ્રનગરમાં બ્રિજ ધરાશાયી થયાની ઘટના અંગે તેમણે તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી. પરિવારના સભ્યો સુરેન્દ્રનગરથી મોરબી પહોંચ્યા હતા જ્યાં આનંદભાઈ અને રાહુલભાઈના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ પરિવારના બે યુવાનોના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારજનોએ અકસ્માતના દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.