હાલમાં ગુજરાતમાં આવેલ મોરબીમાંથી એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી રહી છે. હળવદમાં નિર્દોષ ધ્રુવને સાવકી માતાએ જ કેનાલમાં ધક્કો માર્યો હતો તેમજ કુલ 9 દિવસ પછી બાદ મૃતદેહ મળી આવ્યો હતો. હળવદ પંથકમાં હૃદય ધ્રુજાવી દે એવી ઘટના હોબાળો મચાવ્યો દીધો છે.
જેમાં કુલ 9 દિવસ અગાઉ ગુમ થયેલ બાળકને એની જ સાવકી માતાએ કેનાલમાં નાંખી દીધો હોવાની કબૂલાત સાવકી માતા ભાવિશાએ આપતાં પોલીસ તથા ગામલોકો ચોકી ઉઠ્યા છે. મોરબી ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પેકેજીગની ઓરડીમાં રહેતા તથા ડ્રાઇવીંગનો વ્યવસાય કરી સામાન્ય જીવન નિર્વાહ કરતા જયેશભાઈ જયંતિલાલ ખોડીયાના દીકરા ધ્રુવ વિશાલ પેકેજીગમાં જ રહેલી ઓરડી પાસેથી ગુમ થઈ ગયો હતો.
જેમાં જયેશભાઈના કુલ 2 દીકરા ધ્રુવ તથા શિવમ બન્ને રમી રહ્યા હતા. આ દરમ્યાન પ્રથમ પત્નીનો દીકરો ધ્રુવ ત્યાંથી અચાનક જ બપોરે 11:30 વાગ્યે ગુમ થઈ ગયો હતો. જો કે, ત્યારબાદ પિતા જયેશભાઈએ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ધમધમાટ શરૂ કર્યો હતો.
જેમાં સાવકી માતા હોવાની વાત ફરિયાદમાં પિતાએ જણાવ્યા પ્રમાણે સાવકી માતા ભાવિશા જયેશભાઈ પ્રજાપતિ દ્વારા ઉપજાવેલ વાત પોલીસને શંકાના શમણાં બાજુ લઈ જઈ રહી હતી ત્યારે પોલીસે માતાને રડારમાં રાખીને તપાસ કરવામાં આવી હતી. SP એસ આર ઓડેદરા,DYSP રાધિકા ભારાઈ, LCB પીઆઈ વી.બી જાડેજા,હળવદનાં PI સહિતની ટિમ છેલ્લા કુલ 9 દિવસથી તપાસ કરી રહી હતી.
આ દરમ્યાન માતા ભાવિશા જયેશભાઈ પ્રજાપતિને પોલીસે પૂછતાં તે પોપટ બની ગઈ હતી તથા સમગ્ર હકીકત જણાવીને પેકેજીગ કારખાના પાસે પસાર થઈ રહેલ નર્મદા કેનાલમાં ધક્કો મારી દીધાની કબૂલાત કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં પોલીસે તરવૈયા તથા ફાયર ફાઈટર સહિતની ચુનંદાની ટિમ સાથે ધ્રુવની તપાસ કરવામાં આવી હતી.
જેમાં કુલ 2 દિવસથી નર્મદા કેનાલ બંધ કરતા ગઈકાલે માત્ર બાળકના કપડાં મળી આવ્યા હતા ત્યારે હાલમાં આ હળવદમા ગુમ થયેલ બાળકની કુલ 9 દિવસો પછી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માતા ભાવિશા જયેશભાઈ પ્રજાપતિની અપહરણ તથા કાવતરું ઘડી માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવા મામલે અટકાયત કરવાની તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, આ માસૂમ બાળકને સાવકી માતાએ જ ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દેતાં આ નાલાયક માતાએ માતૃત્વ પ્રેમને કલંક લગાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle