થોડા મહિના પહેલાં તુલસીશ્યામ રેન્જ અને ખાંભા રેવન્યુ વિસ્તારમાં 8 સિંહણે 20 બચ્ચાને જન્મ આપ્યો હતો. આમ સિંહ કુટુંબની વસતિ વધી રહી છે. પણ અકુદરતી મોત પણ વધી રહ્યાં છે. ગીરના જંગલથી બહાર આવી રહેલાં સિંહ પરિવારો પર હુમલાઓ વધી ગયા છે. રાજુલા-ભેરાઈમાં એક સિંહણનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં હત્યા થઈ હોય તે રીતે મળી આવ્યો છે. જ્યારે નજીકના લીલીયામાં પણ એક સિંહણનું નાનું બચ્ચું ગુમ થઈ ગયું હતું. ગીર જંલગના રાજા સિંહનું ધ્યાન રાખવા માટે વન વિભાગે પૂરો સ્ટાફ રાખેલો હોવા છતાં આવી ઘટનાઓ બની રહી છે. વન વિભાગ બેદરકારી દાખવી રહ્યો છે.
દલખાણીયા એક જ રેન્જમાં 23 કરતા વધારે સિંહો મોતને ભેટયા હતા.માત્ર દલખાણીયા રેન્જના નજીકના વિસ્તાર હડાલા અને ખાંભા તુલસીશ્યામ રેન્જ માંથી અન્ય સિંહોના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા અને તમામ 23 સિંહોના મોત રોગચાળાથી થયા હોવાનું જણાવ્યું હતું. 33 જેટલા સિંહોને રસીકરણ માટે દલખાણીયામાથી પકડી પાડયા હતા. જે આજે પણ દેવળીયા પાર્ક ખાતે જેલમાં કારાવાસ ભોગવી રહ્યા છે.
ગુજરાતમાં 2016 અને 2017ના વર્ષમાં 184 સિંહોના મોત થયા હતા જેમાં કુદરતી અને અકુદરતી મૃત્યુનો સમાવેશ થતો હતો. છેલ્લી વસતી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 553 નોંધવામાં આવી હતી. જો કે 2018માં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સિંહોની સંખ્યા 600ને પાર થઇ ચૂકી છે જેથી વિસ્તાર ઓછો પડી રહ્યો છે તેથી તેઓ શહેરો, માર્ગો અને ગામડામાં ઘૂસી રહ્યા છે.
વર્ષ 2018માં થયેલ સિંહોના મૃત્યુ આંક
ટ્રેન નીચે કચડાઇ જતા- 3
સપ્ટેમ્બર- 24
ઓક્ટોબર- 7
નવેમ્બર- 5
ડિસેમ્બર- 1
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.