બોરવેલમાં પાણી નથી આવતું? સંપર્ક કરો આ ખેડૂત આગેવાન નો- રીચાર્જ કરવામાં કરશે મદદ

પાણી એ આપણી પૃથ્વીનું રક્ત છે, જે નો બગાડ કરવો એ ખૂબ મોટું પાપ છે. અને આજે આપણે પાણીને બચાવીએ કે તેનું રિસાયક્લિંગ કરવાના કોઈ…

પાણી એ આપણી પૃથ્વીનું રક્ત છે, જે નો બગાડ કરવો એ ખૂબ મોટું પાપ છે. અને આજે આપણે પાણીને બચાવીએ કે તેનું રિસાયક્લિંગ કરવાના કોઈ નકલ પગલાં નહીં લઈએ તો તે આવનારી પેઢી માટે ખૂબ મોટી સમસ્યા બની રહેશે. હાલ માં મીઠા પાણીની સમસ્યા વૈશ્વિક કક્ષાએ એટલી વિકરાળ બની ગઈ છે. અને માનવજાતિ મીઠા પાણીના સંચય અને સંરક્ષણ માટે જો સમયસર પગલાં નહીં લે તો પાણી માટે યુદ્ધ થશે તેમાં કોઈ શંકા નથી. સમાજમાં વિવિધ સંસ્થાઓ ચાલી રહી છે, કે જે સંસ્થાઓ લોકોને શિક્ષણ રોજગારી અને જમવાનું પૂરું પાડે છે. પરંતુ પર્યાવરણ બાબતે કોઈને ખ્યાલ રહેતો નથી. તે માટે અમારી આ સંસ્થા જળ સંરક્ષણ અને જળ સંચય બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે.

અમારી આ સંસ્થા દ્વારા લોકો રોજેરોજ જે પાણીનો બગાડ કરી રહ્યા છે.અને કોઈને પણ પાણી નું મહત્વ નથી સમજાતું તે લોકો માટે અમે લોકજાગૃતિ માટે કાર્યક્રમ કરી રહ્યા છીએ.

અમારી આ સંસ્થા દ્વારા લોકોને પાણી બચાવવા સાથે પર્યાવરણ સાથે સમતુલા જળવાઈ રહે તે માટે વિસ્તૃત માહિતી આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કે કે પટેલ સાથેની વાતમાં જણાવ્યું હતું કે, અમારી આ સંસ્થા દ્વારા ભૂગર્ભ પાણીના સ્તર ઊંચા આવે તે માટે વરસાદી પાણી જમીનમાં ઉતરે માટે બોરવેલ કરવા અથવા કોઈ વિસ્તારમાં બોર ફેલ થઈ ગયા હોય તો તેને ફરીથી સમારકામ કરીને પુનઃજીવિત કરવાનો આ કામ સંસ્થા કરી રહી છે. સાથે સાથે કોઇપણ સ્થળે ખરાબ બોર હોય તો તેનો રિસાયક્લિંગ કરીને નવા બોર આપવા માટે અમે કટિબદ્ધ થયા છીએ. તેમજ આવનારા સમયમાં ચોમાસાની ઋતુમાં પાણી નો મહત્વ નો બચાવ કેવી રીતે કરી શકીએ તે માટે આપના સૌના સુચનો ને અમે માન આપીએ છીએ.

વધુમાં કે કે પટેલે જણાવ્યું હતું કે, જો આપના વિસ્તારમાં કોઇ પણ બોર ફેલ થઈ ગયેલો હોય તો તેની જાણકારી અમને આપશો તેમજ આપના વિસ્તારમાં પાણીનો બગાડ થઇ રહ્યો હોય અથવા સરક્ષણ અને સંચય બાબત ની જનજાગૃતિ માટે કોઈપણ કાર્યક્રમ કરાવવા ઇચ્છતા હો તો જરૂરથી અમારો સંપર્ક કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *