UBN બિઝનેસગ્રુપમાં 100થી વધુ યુવા બિઝનેસમેન જોડાયા- એકબીજાને મદદ કરી વધારે છે આગળ

આજની વિષમ પરિસ્થિતિમાં સાનુકૂળ અને ચિંતા રહિત બિઝનેસ કેમ કરી શકાય અને બિઝનેસ કરતા થતી ભૂલો કેમ સુધારી શકાય એ હેતુ થી UBN દ્વારા બિઝનેસ આધારિત 5 તારીખે રવિવારના રોજ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી વ્યક્તિની વિચારધારા બિઝનેસ કરવા તરફ ની હોય છે ત્યારે યુવાન યુવક-યુવતી ને પૂરતું માર્ગદર્શન મળે સાચી દિશા મળે એવા શુભ હેતુ થી UBN ની સ્થાપના કરવામાં આવી છે. આ સેમિનાર માં 800 ઉપરાંત બિઝનેસમેનો એ ભાગ લીધો હતો જેમાં 100 ઉપરાંત બિઝનેસ વુમન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર દરમ્યાન પોતાના બિજ્નેશ ને UBN બિઝનેસ ગ્રુપ દ્વારા જરૂર નવી ઉંચાઈ મળશે એવી આશા સાથે 100 કરતા ઉપરાંત બિઝનેસમેનો એ UBN માં સભ્ય બનવાનો સંકલ્પ પણ કર્યો હતો.

શહેર નું એકમાત્ર ગ્રુપ કે જેમાં નાના ઉદ્યોગ થી લઇ ને મોટી કંપની ના લોકો તેમજ સર્વે જ્ઞાતિ ના લોકો જોડાઈ શકે અને પોતાનો બિજ્નેશ વધારી શકે છે. એક હાથ કરતા જયારે અનેક હાથ કાર્યમાં જોડાય છે ત્યારે પરિણામ જરૂર સફળતા નું પ્રાપ્ત થતું હોય છે એ છે UBN. આ સેમિનાર માં ઉપસ્થિત મહાનુભાવો ,પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ સફળ રીતે કામગીરી કરનાર સભ્યો નું એવોર્ડ તેમજ સન્માન પત્ર આપી વિશેષ સન્માનિત કરાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આજની વિકટ પરિસ્થિતિ માં દરેક બિઝનેસમેન ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે ત્યારે UBN દ્વારા બિઝનેસ સેમિનાર આયોજન સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોલ,આંબાતલાવડી,કતારગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સેમિનાર ની સાથે UBN બિઝનેસ ગ્રુપ નું પ્રથમ ગ્રુપનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સેમિનાર માં અલગ અલગ કેટેગરી ના 800 ઉપરાંત બિઝનેસમેનો તેમજ 100 ઉપરાંત બિઝનેસ વુમન ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે UBN ના જોડાયેલા તમામ સભ્યો પરિવાર સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

UBN બિઝનેસ ગ્રુપ ના ફાઉન્ડર જીગરભાઈ પીપળીયા તેમજ જયંત ભાઈ વેકરીયા એ જણાવ્યું હતું કે UBN પ્લેટફાર્મ ના માધ્યમ થી આવનારા દિવસો યુવા યુવાન યુવતી માં રહેલી આવડત ને બહાર લાવી સાચી દિશા આપી પારંગત બનાવવાનું કાર્ય કરશે તેમજ બિઝનેસ દરમ્યાન થતી ભૂલો ને ઓળખી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય UBN દ્વારા થશે,આવનારા સમય માં UBN માં અલગ અલગ કેટેગરી ના અનેક બિઝનેસમેનો જોડાશે જેનાથી બિઝનેસ રેફરન્સ પૂરું પાડવાનું મહત્વ નું કાર્ય કરીશું તેમજ સેમિનારો, એક્ઝિબિશનો, સામાજિક કાર્યો, મોટી કંપની વિઝીટ, મેનેજમેન્ટ સેમિનારો વગેરે જેવા બિઝનેસ આધારિત કાર્યો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *