જમ્મુ-કાશ્મીરમાં ખીણ મરણચીસોથી ગુંજી ઉઠયો: મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકતાં 16ના મોત, 28 ઘાયલ

Jammu Kashmir Bus Accident: જમ્મુ-કાશ્મીરમાં એક હચમચાવી દેતો અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ 150 ફૂટ ઉંડી ખીણમાં પડી છે.ત્યારે આ દુર્ઘટનામાં 16 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. સાથે જ બાકીના લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ઉત્તર પ્રદેશ રોડવેઝની બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જે જમ્મુ(Jammu Kashmir Bus Accident Accident) શહેરથી શિવ ખોરી મંદિર જઈ રહી હતી, પરંતુ અકસ્માતનો ભોગ બની હતી.

બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી…
જમ્મુ અને કાશ્મીરના ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેન્દ્ર સિંહ તારાએ જણાવ્યું કે નેશનલ હાઈવે પર કાલીધર મંદિર પાસે તુંગી મોર ખાતે આ અકસ્માત થયો હતો. બસને ખાડામાં પડતા જોઈ લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ભેગા મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જે બાદ અકસ્માતની માહિતી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અખનૂર તારિક અહેમદ મોકેને આપવામાં આવી હતી. લોકો અને પોલીસે મળીને ઘાયલોને ચોકી ચૌરા અને અખનૂર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ઘાયલોને હોસ્પિટલ મોક્લવવામાં આવ્યા
બસ ખાઈમાં પડી જતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. આ પછી, પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી, ત્યારબાદ લોકોને મુશ્કેલીથી બસની અંદરથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલની અંદર ઘાયલોની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ દર્દીઓને મેડિકલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

6 મહિના પહેલા પણ આવો જ એક અકસ્માત થયો હતો
15 નવેમ્બર, 2023ના રોજ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના અસાર વિસ્તારમાં એક બસ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 9 મહિલાઓ સહિત 38 લોકોના મોત થયા હતા. બસ કિશ્તવાડથી જમ્મુ જઈ રહી હતી. પોલીસ અને SDRFની ટીમો સાથે સ્થાનિક લોકોએ પણ રાહત અને બચાવ કાર્ય કર્યું.

ગંભીર રીતે ઘાયલ જમ્મુ મેડિકલમાં
મેડિકલ કોલેજ જમ્મુના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ નરિન્દર સિંહે કહ્યું કે પ્રથમ માહિતી CSE અખનૂર દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ તમામ લોકો જમ્મુના રહેવાસી નથી પરંતુ તીર્થયાત્રીઓ છે. CSEને કહેવામાં આવ્યું હતું કે તેઓ 20-25 ઘાયલ લોકોને રેફર કરી રહ્યાં છે. તેમાંથી 16 દર્દીઓ મેડિકલ સેન્ટરમાં પહોંચ્યા છે.