પ્રજા કોરોના સામે લડે અને ભાજપ ચુંટણી માટે લડે: કોરોનાકાળ વચ્ચે હજારોની ભીડ ભેગી કરી ગુજરાતના આ શહેરમાં ભાજપે કાઢી બાઈક રેલી

હાલમાં કોરોના ગુજરાતને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ગુજરાતની જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા ખાઈ રહી…

હાલમાં કોરોના ગુજરાતને પોતાના ભરડામાં લઈ રહ્યું છે. ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ગુજરાતની જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે વલખા ખાઈ રહી છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. આ બધાની વચ્ચે સરકાર લોકોને સામાજિક અંતર જાળવવા અને રાત્રી કર્ફ્યૂનો અમલ કરવા માટે સલાહ આપી રહી છે.

કોરોના વચ્ચે લાજશરમ નેવે મૂકી ભાજપના જ નેતાઓ ગાઈડલાઇનનુ ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ હજારો લોકોના જીવને પણ જોખમમાં મુકી રહ્યા છે. પંચમહાલ જીલ્લાની પેટાવિધાનસભાની ચુટણીને લઇને આજે યોજાયેલી બાઈકરેલીમાં કોરોના ગાઇડલાઇનનો ભંગ જોવા મળ્યો હતો. કોરોનાના સંકટ વચ્ચે પણ મોરવા હડફમાં ભાજપ નેતાએ ચૂંટણી પ્રચાર કર્યો. બાઈક રેલી યોજી જેમાં હજારો લોકો જોડાયા.

બધા રાજયોમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી ચાલી રહી હતી. આ સમય દરમ્યાન કોરોના કેસોના આંકડાઓ બહાર પાડવામાં આવ્યા ન હતા. ચુંટણી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થયો છે અને હાલ 6 હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.

રાજ્યમાં ચુંટણી પૂરી થઈ ગયા પછી પણ ઘણા રાજયોમાં ભાજપ વાળા આ કોરોના કાળમાં પણ રેલીઓ કાઢી રહ્યાં. તો શું આ લોકોને દંડ ના થાય? બીજી તરફ પંચમહાલ જિલ્લાના મોરવાહડફમાં પેટાચૂંટણીનું આયોજન થયું છે પરંતુ આ ચૂંટણીમાં ફરીથી રાજકીય પક્ષના નેતાઓ ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી જ્યારે પરિણામો આવ્યા ત્યારબાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થયો.

મોરવા હડફમા આજે ભાજપની બાઈકરેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા કોરોનાની ગાઇડલાઈનનુ ભંગ જોવા મળેલ હતો.જેમા કેટલાક કાર્યકરોના મુખ અડધા માસ્ક પહેરેલા હાલતમા જોવા મળ્યા હતા.એકબાજુ કોરોના વકરી રહ્યો છે. ત્યારે હાલમા પરિસ્થીતી નાજુક છે.આ રીતે છેડચોક ગાઈડલાઈનનો ભંગ જોવા મળતા સ્થાનિક લોકોમા પણ અનેક ચર્ચાઓ જાગી હતી.

ગુજરાતની જનતા વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન માટે હોસ્પિટલો બહાર લાઈનો લગાવીને ઉભી છે. લગ્નમાં માત્ર 50 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે તો ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચારમાં ભીડ એકઠી કરવાની મંજૂરી કોને આપી?. લોકો મોતના મુખમાં જઈ રહ્યા છે. તેવા સમયે પણ ભાજપ નેતાઓનો ભાન કેમ નથી આવતી? 144ની કલમ લાગુ કરનાર વહીવટી તંત્રને ભાજપના નેતાઓની રેલીઓ કેમ નથી દેખાતી? હવે એજ જોવું રહ્યું કે, તંત્ર દ્વારા આના ઉપર કોઈ એક્શન લેવામાં આવશે કે નહિ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *