ગુજરાતમાં અવાર-નવાર નેતાઓ અથવા કાર્યકરો પક્ષ પલટો કરતા આવે છે. ત્યારે આજે ફરી એક વખત વિધાનસભાની પેટાચૂંટણી પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. નાના સેન્ટરમાંથી મોટા માથાઓ પક્ષપલટો કરી રહ્યા છે. અગાઉ રાજકોટમાંથી કોર્પોરેટરે ભાજપને અલવિદા કહીને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા. હવે કપરાડામાંથી 400થી વધારે ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાય ગયા છે.
અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ રાજકોટ વોર્ડ-5ના કોર્પોરેટર દક્ષાબેન ભેંસણીયા કોંગ્રેસમાં જોડાયા છે. તેમની સાથે સૌરાષ્ટ્ર APMCના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. એટલું જ નહીં ABVPના 9 હોદ્દેદારો સહિત 30 કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે હવે વલસાડમાં કપરાડા બેઠકની પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપ આવ્યો છે. 400 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેસ પહેરાવીને તમામ 400 જેટલા કાર્યકર્તાઓને આવકાર્યા હતા. આ પહેલા કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
આજ રોજ ગુજરાત કોગ્રેસ નેતા અમિત ચાવડાની હાજરીમાં અરનાલ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મોટી ચહલપહલ જોવા મળી હતી. જેના કારણે હાલમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ બેઠક દરમ્યાન ભાજપના 400 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેના કારણે ભાજપમાં મોટો ભૂકંપ આવ્યો છે. આ તમામ કાર્યકરોએ નારેબાજી પણ કરી હતી. આ પહેલા રાજકોટમાંથી જ્યારે કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા જ્યારે હાર્દિક પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા ત્યારે પણ રાજકોટ ભાજપમાં મોટો આંચકો આવ્યો હતો. રાજકીય સુત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે, રાજકોટમાંથી પણ ઘણા કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે.
આ 200 કાર્યકર્તાઓ માં એવા કાર્યકર્તાઓનો પણ સમાવેશ થયો હતો જે ભાજપની નેતાગીરીથી સખ્ત નારાજ થઈ ગયા હતા. ત્યારે વળી બીજી તરફ 20થી વધારે રાજકોટના નેતાઓએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આ વર્ષના અંત સુધીમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે વળી બીજી તરફ આ વર્ષે વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાવાની છે. આ બંને ચૂંટણી પહેલા કપરાડા અને રાજકોટમાંથી કોંગ્રેસ ગમન વધતા ભાજપમાં અંદર ખાને મોટો ફોટકો અનુભવાયો છે. ભાજપના મોટા નેતાઓ અનેક વખત સંપૂર્ણ બેઠકો પર જીતના દાવાઓ કરતા રહે છે. પરંતુ આ ઘટના બાદ તેમને મોટો ફટકો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en