આમાં કેવી રીતે ભણશે ગુજરાત? બે વર્ષમાં જ 50થી વધુ સરકારી શાળાઓ બંધ, સરકારે ખુદ કર્યો સ્વીકાર

Gujarat Government School: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવા બાબતે પાટણના (Gujarat Government School) ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રધાને જવાબ આપ્યો હતો.

ગુજરાતમાં 50થી વધુ શાળાઓ બંધ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 25-02-2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતા પ્રધાને કહ્યું, અમરેલીમાં 6, અરવલ્લીમાં 7, ભાવનગરમાં 1, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 1, દેવભૂમિ દ્વારકામાં 9, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 2, જુનાગઢમાં 4, ખેડામાં 2, કચ્છમાં 3, મહેસાણામાં 1, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પોરબંદરમાં 6, રાજકોટમાં 3, સુરતમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 પ્રાથમિક સરકારી શાળા બંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોવાથી અથવા પૂરતી સંખ્યા ન હોવાના કારણે બંધ કરવામાં આવી હતી.

વાલીઓની માનસિકતા
ઘણા ઘરોમાં આજના સમયમાં વાલીઓની માનસિકતા પણ અલગ જ દિશા તરફ જાય છે. જેમાં ઘણા વાલીઓમાં એવી માનસિકતા છે કે સરકારી શાળામાં અમારું બાળક જશે તો તે પાછળ રહી જશે, આ સાથે તે અન્ય એકટીવીમાં પણ નબળું રહી જશે આવી માનસિકતાના કારણથી પણ બાળકોને વાલીઓ સરકારી શાળામાં મુક્ત નથી.

તો બીજી તરફ ક્યારેક સરકારી શાળામાં શિક્ષકની આળસથી પણ વાલીઓ ડરે છે અને રાજ્ય સરકાર જે પ્રમાણે શિક્ષણની વાતો કરે છે તે મુજબ કોઈ શાળામાં કામ કરતી નથી એટલે કે શિક્ષણની માત્ર વાતો કરીને જ સંતોષ માની લે છે.