સુરત(Surat): કતારગામ ઝોન (Katargam Zone)ના આકરણી વિભાગ દ્વારા પાર્ટીપ્લોટની રિવીઝન રીકવરીને લઇને વેડરોડ (vedroad), કતારગામ (Katargam) વિસ્તારના 50 જેટલા પાર્ટી પ્લોટો(50 Partyplot Closed)ના વેરામાં તોતિંગ વધારાને લઇને તમામ પ્લોટધારકો દ્વારા હાલમાં તમામ પાર્ટીપ્લોટો બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઇને પાર્ટી પ્લોટો સાથે સંકળાયેલા મંડપ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરીંગ મેનેજમેન્ટ, સાઉન્ડ સહિતના અનેક લોકો હાલ બેરોજગાર થવા પામ્યા છે.
કતારગામ પાર્ટીપ્લોટ એકતા સમિતિ જણાવતા કહ્યું છે કે, કતારગામ ઝોનમાં નોધાયેલા પાટીપ્લોટો દર વર્ષ સમયસર પ્લોટધારકોએ વેરાની રકમ ભરપાઇ કરી રહ્યા છે.
વર્ષ 2022-23 ના વર્ષનો મહાનગરપાલિકા દ્વારા મોકલવામાં આવેલ વેરા બિલની રકમ પ્લોટધારકોએ અગાઉ જુન મહિનામાં ભરપાઇ કરી હોવા છતા નાણાકિય વર્ષના છેલ્લા મહિનો એટલે કે માર્ચ મહિનામાં પ્લોટધારકોને વર્ષમાં બીજુ વેરાબિલ આપીને કોઇ આકરણી કે સ્થળ તપાસ વિના ખાસ નોટીસ સાથે બેક ડેટના વેરિએશન એસેસમેન્ટ મુજબ વધારાના મોટી માતબર રકમ વેરા બિલોમાં ફટકારવામાં આવી છે.
જેમાં ફેક્ટર- બે માં મિલકતની ઉંમરમાં ફેરફાર કરીને અને ફેકટર-4 માં કતારગામ વિસ્તારના તમામ પ્લોટધારકોને ભાડુઆત દર્શાવીને તેમજ વપરાશના ક્ષેત્રફળમાં તોતિંગ વધારો કરીને બેફામ રીતે ખોટી મોટી માતબર રકમ આપીને અમારી પાસે મનપા દ્વારા ગેરવ્યાજબી વસુલાત કરી રહ્યા છે.
જેમાં કોઇને 10 લાખ તો કોઇને 28 લાખ રૂપિયા તો કોઇને 60 લાખ કે 85 લાખ થી વધુ રૂપિયાના વેરા બિલો મળતા મિલકતદારોમાં મુશ્કેલીમાં મુકાયા છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા ફેર આકરણી કરવા સાથે રિએસેસમેન્ટ સાથેના આઠ થી દસ ગણા વેરાબિલો માલિકોને ફટકારવામાં આવ્યા છે. પાર્ટી પ્લોટના સામાન્ય વેરો ચાર થી પાંચ લાખ હતો. તેવા પાર્ટી પ્લોટના વેરામાં પાછલી વસુલાત આઠ થી દસ ગણી વધારા સાથે એટલે કે દસ લાખ થી લઇને 85 લાખ થી વધુના વેરા ફટકારવામાં આવ્યા છે. ખોટી વસુલાતને લઇને જમીન માલિકો તથા મંડપ ડેકોરેટર્સના કોન્ટ્રાક્ટરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
મહત્વનું છે કે, આ સ્થિતિમાં જમીન માલિકો જંગી વેરા ભરી શકવાની સ્થિતિમાં ન હોવાથી પ્લોટના માલિકોએ જમીન પરની કોમર્શિયલ કામગીરી બંધ કરી દેવા મજબૂર બન્યા છે. તેથી લગ્ન સમારંભ માટે પાર્ટી પ્લોટ બુકિંગ કરાવનાર પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
પાર્ટીપ્લોટના માલિકો દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રાજકીય નેતા તેમજ મનપા કમિશનરને રજુઆત કરવા છતા કોઇ ઉકેલ નહી આવતા આખરે કતારગામ ઝોન વિસ્તારના તમામ પાટીપ્લોટ ધારકોએ બંધ કરી દેવાની નોબત આવી છે. જ્યાં સુધી વેરાની ફેર આકરણીની પાછલી ખોટી વસુલાત રદ નહી થાય ત્યાં સુધી તમામ પાટીપ્લોટ બંધ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વેડરોડ તથા કતારગામ વિસ્તારમાં આવેલા 50 થી વધુ પાર્ટી પ્લોટના ફેર આકારણીથી આઠથી દસ ગણા વેરા બિલો ફટકારી દેવાતા પાર્ટીપ્લોટના માલિકો તેમજ મંડપ-ડેકોરેટર્સ કોન્ટ્રાક્ટરો સાથે અન્ય એજન્સીઓ અને મોટી સંખ્યામાં શ્રમિકો ભારે સંક્ટમાં મુકાઈ ગયા છે અને પાર્ટી પ્લોટના સંચાલકોએ લગ્નના ઓર્ડર કેન્સલ કરી દેતા લગ્ન સમારંભની તૈયારીમાં વ્યસ્ત પરિવારો ચિંતામાં મુકાય ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.