હાલમાં દેશ પ્રગતિના પંથે જે રહ્યો છે ત્યારે બીજી તરફ દેશની અધોગતિ પણ થઈ રહી હોય એવા એંધાણ જણાઈ રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ તથા ગાંધીનગરમાં મેટ્રો તેમજ બુલેટ ટ્રેનના જાયન્ટ પ્રોજેકટ ચાલી રહ્યા છે પરંતુ આ વિકાસ પ્રોજેકટને પૂર્ણ કરતા પહેલા અમદાવાદમાં કુલ 6,500 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. જયારે ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન પહોંચાડવા માટે હજુ વધુ 1,000 વૃક્ષો કાપવા માટે મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં 5 વર્ષમાં મેટ્રો રેલ માટે કુલ 4,300 વૃક્ષો કપાયા:
સ્માર્ટ સીટી અમદાવાદને ગ્રીન સીટી બનાવવા માટે સત્તાધીશો તનતોડ મહેનત કરી રહ્યા છે. આની સાથે જ વિકાસના કાર્યોને પણ વેગ આપવા અનેકવિધ પ્રોજેક્ટોની શરૂઆત કરવામાં આવી છે કે, જેમાં શહેરમાં મેટ્રો રેલ તથા બુલેટ ટ્રેન પ્રોજેકટની શરૂઆત થઈ ચુકી છે.
જેમાં છેલ્લા 5 વર્ષમાં મેટ્રો રેલ માટે કુલ 2,200 તેમજ બુલેટ ટ્રેન માટે કુલ 4,300 વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા હતા, જેમાં વર્ષ 2016-17માં મેટ્રો માટે સૌથી વધારે 792 ઝાડ કાપવામાં આવ્યા હતા, જ્યારે 5 વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ફક્ત અમદાવાદમાં 4,300 વૃક્ષો કપાઈ ગયા હતા કે, જેમાં વર્ષ 2020-21માં કુલ 2817 વૃક્ષો કપાયા છે.
વધુ 1000 વૃક્ષોને કાપવા વન વિભાગની લીલીઝંડી:
હાલમાં અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટ માટે પાટનગરના હજારથી વધારે વૃક્ષોનો વારો આવી રહ્યો છે. મેટ્રો રેલ પ્રોજેકટના એલાઈમેન્ટમાં આવતા 1,000 જેટલા વૃક્ષોને કાપવા માટે ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી છે પણ કેન્દ્ર સરકારની પરવાનગી મળતાંની સાથે જ આ વૃક્ષો રાતોરાત કપાઈ જવાના છે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનને કામગીરી શરૂ:
અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટને વર્ષ 2022 સુધીમાં કાર્યરત કરવા માટે રાજ્ય સરકારનું આયોજન રહેલું છે કે, તેના ભાગરૂપે યુદ્ધના ધોરણે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં આ પ્રોજેકટની પ્રાથમિક કામગીરી શરૂઆત થઈ ગઈ છે, જેના ભાગ સ્વરૂપે એલાઈમેન્ટમાં આવતા હજારથી વધારે વૃક્ષો કાપવાની રાજ્ય સરકાર દ્વારા પરવાનગી આપી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.