કોરોનાના કેસ વધતા શરૂઆતમાં સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું આ દરમ્યાન અનેક સેવાભાવી સંસ્થાઓ શ્રમિકોને ભોજન આપોવા માટે આગળ આવી હતી. આવી જ રીતે સુરતમાં પણ લોકડાઉન દરમિયાન લાખો શ્રમિક લોકોને ભોજન આપવા માટે 500 જેટલી સેવાભાવી સંસ્થાઓ મ્યુનિ. સાથે જોડાઈ હતી. લોકડાઉન દરમિયાન ત્રણ કરોડથી વધુ શ્રમિક લોકોને ભોજન આપવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને વાહવાહી મેળવવામાં આવી હતી. આ પૈકી કેટલીક સંસ્થાઓએ સુરત મ્યુનિ.માં રૂપિયા.15 કરોડના બિલ મુકીને પેમેન્ટ મેળવી લીધું છે. તેમજ હજુ પણ કેટલી સંસ્થાઓ બિલ મુકી રહી છે. જ્યારે લોકડાઉનમાં શ્રમિકોને ભોજન માટે અપુરતી માહિતી અપાઇ હોવાથી ભોજન વિતરણમાં કૌભાંડ થયું હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોરોનાના કેસ વધતા શરૂઆતમાં સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું આ દરમ્યાન અનેક સેવાભાવી સંસ્થાઓ શ્રમિકોને ભોજન આપોવા માટે આગળ આવી હતી. આવી જ રીતે સુરતમાં મોટા પ્રમાણમાં શ્રમિકો રહેતા હોવાથી ધંધા અને રોજગાર બંધ થતાં તેમના માટે જમવાની વ્યવસ્થા તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ તરફથી કરવામાં આવી હતી. સુરતમાં રહેતા લોકોને જમવાની મદદ માટે અનેક સંસ્થા આગળ આવી હતી. આ સંસ્થાઓએ શ્રમિકોના દિવસમાં બે વખત ભોજનની વ્યવસ્થા કરી રહી હતી.
સુરત કોંગ્રેસના કાર્યકર્તા કલ્પેશ બારોટે (Kalpesh Barot) લોકડાઉન દરમિયાન ભોજનમાં થયેલા ખર્ચ અંગે માહિતી માગી તેમાં મ્યુનિ.એ ભોજન માટે અક્ષયપાત્ર સંસ્થા સાથે કરેલા કરાર મુજબ 15 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાની માહિતી આપી છે. પણ સૌથી વધુ રૂપિયા 18 કરોડનું બિલ બન્યું છે તે ઉધના ઝોન અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. અત્રે ઉલેખનીય છે કે, આ બિલની ચૂકવણી પણ થઇ ચુકી છે. અન્ય ઝોનની જેમ ઉધના ઝોનમાં પણ સેવાભાવી સંસ્થાઓએ વિનામૂલ્યે કામગીરી કરી હતી છતા આટલું મોટું બિલ કેમ ચૂકવાયું તે પ્રશ્ન ઉભો થયો છે.
સામાજીક સંસ્થાઓએ ભોજન આપવાની કામગીરી કરી હતી. પરંતુ વિવિધ કેટરર્સ, ફુડ વિતરણ કરતી દુકાન, અને હોટલ- રેસ્ટોરન્ટના નામે પણ લાખો રૃપિયાના બિલની ચુકવણી થઇ છે. લિંબાયત ઝોનમાં બિલનું ચુકવણું કરવામા આવ્યું છે તેમા ભાજપના કાર્યકરની એક હોટલનું નામ પણ લખાયું છે. આ પહેલાં પણ ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા પણ ઉધના ઝોનમાં ભોજનની કામગીરી ફુડ પેકેટ વિતરણ સામે પ્રશ્ન ઉભા કર્યા હતા પરંતુ મામલો દબાઈ ગયો હતો. હવે કોંગ્રેસના કાર્યકરે આરટીઆઈ કરતાં બહાર આવેલી માહિતીની લીધે વિવાદ ઉભો થયો છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા નકારી શકાતી નથી.
મેયરે કહ્યું: ફરિયાદ અંગે તપાસ કરવામાં આવશે
સુરતમાં લોકડાઉન દરમિયાન ઔદ્યોગિક શ્રમિકોને આપવામા આવતાં ભોજનમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ અંગે મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યુ હતું, લોક ડાઉનના સમયે લાખો લોકોને ભોજન આપવાની જરૃરિયાત હતી અને મ્યુનિ. તંત્રએ સામાજિક સંસ્થા અને અન્ય સાથે મળીને તે જરૃરિયાત પુરી કરી હતી. આ મુદ્દે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ થઇ છે. જો કોઇ ક્ષતિ દેખાશે તો તપાસ કરાશે. ભ્રષ્ટાચારનો આક્ષેપ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જો કોઈ પુરાવા મળે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle