6.8ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઊઠ્યું મોરક્કો: 2000 લોકોના મોતથી બની ગયું કબ્રસ્તાન- જુઓ ખોફનાક મંજરના દ્રશ્યો

Published on Trishul News at 11:45 AM, Sun, 10 September 2023

Last modified on September 10th, 2023 at 11:46 AM

6.8 Magnitude Earthquake In Morocco: મોરોક્કોમાં શુક્રવારે ખૂબ જ ભારે માત્રમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. મોરોક્કોના આંતરિક મંત્રાલયે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, આ ભૂકંપમાં(6.8 Magnitude Earthquake In Morocco) બે હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 2 હજારથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. જેમાં અનેક લોકોની હાલત ખુબ ગંભીર છે. નિવેદન મુજબ 2,012 લોકોના લોકોના મોતની નોધણી કરવામાં આવી છે અને 2,059 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 1,404 લોકોની હાલત ખુબ ગંભીર છે.

6.8ની તીવ્રતાનો ભૂકંપ
કૈસાબ્લાંકાથી મરાકેશ સુધી દેશનાં વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે, ત્યારપછી અનેક ઈમારતો ધરાસાઈ થઈ ગઈ છે. રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સાંજે 6 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં ઉચ્ચ એટલસ પર્વતમાં નોધવામાં આવ્યું હતું.

બચાવ અને રાહત કાર્ય
મળતી માહિતી અનુસાર, અનેક લોકો આ કાટમાળ હેઠળ દબાયેલ છે અને રાહત બચાવ કરવામાં આવી રહ્યું છે. અનેક મૃતદેહને એકઠા કરવામાં આવ્યા છે. મૃતકોનો આંકડો વધવાની આશંકા પણ વધી રહી છે. દેશના શાહી મહેલે ત્રણ દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રભાવિત ક્ષેત્રોમાં સ્વચ્છ પાણી, ફૂડ પેકેટ, તંબૂ અને ધાબળા આપવા માટે રાહત બચાવ દળ તહેનાત કરવામાં આવશે.

ભારત તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપથી જીવ ગુમાવનાર પરિવારના લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે, ‘મોરોક્કોમાં ભૂકંપથી થયેલ જાનહાનિને કારણે અત્યંત દુ:ખ થઈ રહ્યું છે. આ દુ:ખભરી ઘડીમાં મોરોક્કોના લોકો સાથે મારી સંવેદના છે. ભારત આ કઠિન પરિસ્થિતિમાં તમામ સંભવ મદદ આપવા માટે તૈયાર છે.’

Be the first to comment on "6.8ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઊઠ્યું મોરક્કો: 2000 લોકોના મોતથી બની ગયું કબ્રસ્તાન- જુઓ ખોફનાક મંજરના દ્રશ્યો"

Leave a comment

Your email address will not be published.


*