અનેકવાર અફઘાનિસ્તાનમાંથી આતંકવાદની ઘટના સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં આવેલ ગઝની શહેરના નાવ આબાદ ક્ષેત્રમાં રવિવારની સાંજે રહેણાક વિસ્તારમાં કુલ 3 મોર્ટારના વિસ્ફોટ થયા છે.
મળેલ જાણકારી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા કુલ 8 લોકોના મોત નીપજ્યા છે. આની સાથે જ કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ આ ઘટના બની એનાં પહેલાં તાલિબાન સામે અફઘાનિસ્તાનની સેના દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
આની સાથે જ કુલ 3 સ્થળ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે, જેમાં કુલ 29 આતંકવાદી માર્યા ગયા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, હેલમંડ પ્રાંતના નાદ અલી જિલ્લામાં આવેલ તાલિબાની સમૂહ પર હવાઈ હૂમલો કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 10 આતંકવાદી માર્યા ગયા છે. મંત્રાલયે દાવો કર્યો છે કે, નાદ અલી જિલ્લામાં એક તાલિબાની ગુપ્તચર અધિકારીને પણ મારી નાંખવામાં આવ્યો છે. આ હુમલામાં તાલિબાનનો એક ગવર્નરને ઈજા પહોંચી છે.
કુંડુજ પ્રાંતમાં કુલ 12 આતંકવાદી ઠાર:
મંત્રાલયે જણાવતાં કહ્યું હતુ કે, હવાઈ હુમલામાં કુંડુજ પ્રાંતના ઈમામ સાહેબ તથા ખાન અબાદ જિલ્લામાં કુલ 12 તાલિબાનીને મારી નાંખવામાં આવ્યા છે. જ્યારે કુલ 6 ઈજાગ્રસ્ત થયા છે. તાલિબાન પાસેથી હથિયારો તેમજ દારુગોળાનો નાશ કરવામાં આવ્યો છે.
જાબુલ પ્રાંતમાં કુલ 7 તાલિબાની આતંકવાદીને ઠાર કર્યાં:
આની ઉપરાંત જાબુલ પ્રાંતના શિંકઈ જિલ્લામાં કરવામાં આવેલ હવાઈ હુમલામાં કુલ 7 તાલિબાનીને મારવામાં આવ્યા છે. જ્યારે કુલ 3 ઈજાગ્રસ્ત થયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ શાહરી સફા જિલ્લામાં જાહેર માર્ગ પર તાલિબાન દ્વારા લગાવવામાં આવેલ કુલ 4 IEDને શોધી એને ડિફ્યૂઝ કરી નાંખવામાં આવ્યા છે.
At least eight civilians were killed and seven more were wounded after three mortars hit near residential houses in Naw Abad area in the city of Ghazni, Afghanistan this evening, the provincial police spokesman Wahidullah Juma said: Afghanistan’s TOLOnews
— ANI (@ANI) November 8, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle