દરેક સ્ત્રી માતા બનવા માંગે છે. કેટલીક મહિલાઓ માતા ન બનવાના કારણે જીવનભર દુખી રહે છે, પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે 40 વર્ષની ઉંમર સુધી 44 બાળકોને જન્મ આપ્યો છે. જ્યારે આ મહિલાએ બર્થ કંટ્રોલ વિશે વિચાર્યું ત્યારે ડૉક્ટરોએ કહ્યું કે પરિવાર નિયોજનની કોઈ પદ્ધતિ તેના માટે કામ કરશે નહીં.
ડોક્ટરોએ મરિયમને કહ્યું, તેના અંડાશય અસાધારણ રીતે મોટા છે, જેના કારણે તેના શરીરમાં હાઈપરઓવ્યુલેશન નામની સ્થિતિ સર્જાઈ છે. હાયપર-ઓવ્યુલેટ સ્થિતિ આનુવંશિક છે. આ સ્થિતિમાં, વધુ બાળકો થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. મળતી માહિતી મુજબ, મરિયમનો પતિ 2016માં ઘરમાંથી તમામ પૈસા લઈને ભાગી ગયો હતો. તે જ વર્ષે તેણે તેના સૌથી નાના બાળકને જન્મ આપ્યો. મરિયમ તેના બાળકો સાથે ઉત્તર કમ્પાલાથી 31 માઈલ દૂર ખેતરોથી ઘેરાયેલા ગામમાં રહે છે. મરિયમ તેના બાળકો સાથે સિમેન્ટના બનેલા ચાર તૂટેલા મકાનોમાં રહે છે.
આ સાથે તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તેઓ બાળકોને જન્મ આપવાનું બંધ કરશે તો તેમને ગંભીર બીમારીઓ થઈ શકે છે અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે. આ મહિલાઓ એકલા હાથે 44 બાળકોની સંભાળ રાખે છે. આ મહિલા કોણ છે અને ક્યાંની છે? આટલા બધા બાળકોને જન્મ આપવાનું કારણ શું હતું? તો ચાલો જાણીએ…
44 બાળકોને જન્મ આપનારી માતાનું નામ મરિયમ નબાતાન્ઝી (Mariam Nabatanzi) છે, જે પૂર્વ આફ્રિકાના યુગાન્ડાની વતની છે. તે હવે 43 વર્ષની છે અને 40 વર્ષની ઉંમર સુધીમાં તેણે 44 બાળકોને જન્મ આપ્યો છે. મરિયમે માત્ર એક જ વાર એક બાળકને જન્મ આપ્યો હતો. આ સિવાય ચાર વખત જોડિયા, પાંચ વખત ત્રણ અને ચાર વખત પાંચ બાળકોને જન્મ આપ્યો છે. તેમના છ બાળકો મૃત્યુ પામ્યા છે. હાલમાં જીવિત 38 બાળકોમાંથી 20 છોકરાઓ અને 18 છોકરીઓ છે, જેમને તે એકલા હાથે ઉછેરી રહી છે.
મરિયમ જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાએ તેને લગ્નના બહાને વેચી દીધી હતી. 13 વર્ષની ઉંમરે તેણે પ્રથમ બાળકને જન્મ આપ્યો. પ્રથમ બાળકના જન્મ પછી, મેરીને સમજાયું કે તેની પ્રજનન ક્ષમતા અન્ય સ્ત્રીઓ કરતાં વધુ છે. જ્યારે તેણીને ઘણા બાળકો હતા, ત્યારે તે ડૉક્ટર પાસે ગઈ અને પછી ડૉક્ટરે તેને તબીબી સ્થિતિ વિશે જણાવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.