Operation Sindoor: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. તેમજ મસૂદ અઝહરનો (Operation Sindoor) આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રૂપે ઘાયલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઈ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અસગરનો પુત્ર હુઝૈફા પણ સામેલ છે. તેમજ રુઉફ અસગરના ભાઈની પત્નીનું પણ મોત થયુ હોવાના અહેવાલો મળ્યા છે. મસૂદ અઝહરે પોતે આ મુદ્દે ખાતરી કરી છે.
મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે, ‘મારા પરિવારના 10 લોકો આ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે. અન્ય ચાર લોકો પણ મૃત્યું પામ્યા છે. તેઓ અમારા અંગત લોકો હતા. આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારૂ થાત.’
એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે,’મસૂદ અઝહરની મોટી બહેનની સાથે કશફના આખા પરિવારનો સફાયો થયો છે. રઉફ અસગર પોતે અને તેના પૌત્ર-પૌત્રી, બહેન સાદિયાનો પતિ અને સૌથી મોટી દિકરીના ચાર બાળકો ઘાયલ છે. રઉફ અસગરના પુત્ર હુઝૈફા અને ભાઈની પત્નીનું મોત થયુ છે. ‘
કોણ છે મસૂદ અઝહર
મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો ફાઉન્ડર અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. મસૂદ ભારત પર ભૂતકાળમાં થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાય છે. તેણે 1999માં ઈન્ડિયન એરલાઈન્સને હાઈજેક કરી હતી. જેમાં તેની ધરપકડ પણ થી હતી. પરંતુ તેને આતંકવાદીઓએ મુક્ત કરાવી દીધો હતો. ત્યારબાદ તે પાકિસ્તાનમાં છુપાઈને મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી આતંક ફેલાવી રહ્યો છે. તેના નેતૃત્વમાં જૈશ-એ-મોહમ્મદે 2001માં ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. 2000માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર , 2016માં પઠાણકોટ એરબેઝ પર અને 2019માં પુલવામા આત્મઘાતી હુમલા જેવા અનેક મોટા આતંકી હુમલા થયા છે.
Maulana masud Azhar sahab ki to cha mud gayi hai friends🤣😭#OperationSindoor#pahal pic.twitter.com/hHC7Jh8aBL
— Comment Section (@0penhymen) May 7, 2025
Masood Azhar was double-crossed by Pakistan’s ISI and Army, who moved him to a safe house but left his family behind. Among the dead were his nephew, niece, and Huzaifa.#MasoodAzhar #PakistanArmy pic.twitter.com/kJDQs1qj4a
— Abhimanyu Sharma (@_Abhhimanyu) May 7, 2025
મસૂદ અઝહરના ઠેકાણા પર હુમલો
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકી ઠેકાણાંઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં બહાવલપુરમાં તેની મદરેસા, જૈશનું હેડ ક્વાર્ટર સંપૂર્ણપણે તબાહ થયુ છે. આ હુમલો 22 એપ્રિલના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો. જેમાં આતંકવાદીઓએ નિર્દોષ 26 લોકોના જીવ લીધા હતાં.
યુએન સિક્યોરિટી કાઉન્સિલે 2019માં મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. અને સંગઠનનું વિસ્તરણ કરવા માટે નવી મદરેસા ખોલી રહ્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App