બિહાર: રેલ્વે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન સાથે અથડાતા માતા અને 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ બનાવ મંગળવારે સાંજે 4 કલાકે જમ્હોર પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરપુર ઓવર બ્રિજ પાસે બન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ઐરંગાબાદ બ્લોકના હજારીકર્મ ગામના રહેવાસી ગુડ્ડુ યાદવની પત્ની માલતી દેવી છે. ત્યારે તેમની 4 વર્ષની પુત્રીનું નામ પ્રીયાસુ કુમારી છે. ઘટના સમયે તે માતા સાથે હતી.
સંબંધીઓએ જણાવ્યું હતું કે, માલતી પોતાના સાસરીયાઓ સાથે લડાઈ કરીને સાંજે તેની 4 વર્ષની પુત્રી પ્રીયાસુ કુમારી સાથે ઘરની બહાર નીકળી હતી. ત્યારબાદ માતા અને માસૂમ બાળકી ટ્રેનની અડફેટમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું. જોકે, મોતનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. હાલ આ મામલે સ્થાનિક જમ્હોર પોલીસ મથકે તપાસ શરૂ કરી છે.
ઘટના બાદ સ્થાનિક પોલીસ મથક અને સોન નગર જીઆરપી પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજે લઇ તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સાસારામ મોકલી દેવાયો હતો. ઘટના બાદ પરિવારના સભ્યોની હાલત ખુબ ખરાબ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.