Mehmadabad Accident: કાસોર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને તેમના પરિવારની કારની સાથે ખેડા કેમ્પ એસપીના જૂના બંગલા સામે અચાનક નિલગાયનું ટોળું અથડાયું હતું. ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર (Mehmadabad Accident) ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ગંભીર ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ અને તેમના માતાનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની, બે સંતાનો અને બહેનને ઈજા પહોંચી હતી. આ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા થયો અકસ્માત
મહેમદાવાદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ પરસોત્તમભાઈ સોલંકી (ઉં.વ.45) મંગળવારે પત્ની આશાબેન, માતા શારદાબેન (ઉં.વ.65), દીકરી મમતા (ઉં.વ.16), દીકરો મહીપાલ (ઉં.વ.13) અને બહેન અનસયાબેન જીતુભાઈ સોઢા (ઉં.વ.44) કારમાં કાસોર મંદિરે દર્શન કરવા ગયા હતા.
દર્શન કરી તેઓ રાત્રે મહેમદાવાદ પરત ફરી રહ્યાં હતાં. ત્યારે મોડી રાત્રે સવા અગિયાર વાગ્યા આસપાસ ખેડા કેમ્પ એસપીના જૂના બંગલા પાસે અચાનક નિલગાયોનું ટોળું દોડીને તેમની તરફ આવી કાર સાથે અથડાયું હતું. પરિણામે કારચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત શંકરભાઈ અને તેમના માતા શારદાબેનનું મોત નિપજ્યું હતું.
મહેમદાવાદ પોલીસ બેડામાં શોક
જ્યારે પત્ની, બંને સંતાનો અને બહેનને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હેડ કોન્સ્ટેબલનું મોત નિપજતા મહેમદાવાદ પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો હતો. આ અંગે આશાબેને જાણ કરતા ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App