સુરત પોલીસ સતત સુરત શહેરમાં માદક પદાર્થોના સેવન તથા તેની અવરજવરની માત્રા કાયમ માટે બંધ થાય તેમજ યુવાન યુવતીઓ આ ગંભીર પ્રકારના વ્યસનોથી દૂર રહે તે વાતને ગંભીરતાથી લઈ સતત વોચ રાખતા રહે છે.
પોલીસ કમિશનર સાહેબ ના આદેશને ધ્યાનમાં લઈને સતત પોલીસ ટીમ આ વાત ને લઈને વોચ રાખતી હોય છે. તેવામાં પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી કિકાણી સાહેબના સૂચના તથા માર્ગદર્શન હેઠળ સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચન્દ્રશેખર એચ પનારા તથા હેડ કોન્સ્ટેબલ ઈરફાન અલી લિયાકત અલી ને વિશ્વસનીય સૂત્રો પાસેથી બાતમી મળતા સલાબતપુરા ઘર નંબર 98, મોહમ્મદ મીયા મસ્જિદ પાસે ,ચીમની ટેકરો, ટોરેન્ટ પાવર હાઉસ વાળી ગલીમાં પહેલા માળે રહેતા રાઇસબી ગુલામ યાસીન મણિયાર તથા તેનો જમાઈ શોએબ સિરાજ શેખ બહારથી ગાંજાનો જથ્થો લાવી તેના મકાનમાં રાખી ગાંજાનું વેચાણ કરતા હતા.
પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે સ્ટાફ સાથે ત્યાં રેડ કરતા ગાંજાનો જથ્થો એક કિલો 945 ગ્રામ મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા 11670 થાય છે. આ ઉપરાંત ઘરમાં તપાસ કરતા ઘરમાંથી ગાંજાના વેચાણ દ્વારા મળેલા રૂપિયા રોકડા 49850 કબજે કર્યા હતા. તેમજ આરોપીઓના મોબાઇલ ફોનની કિંમત રૂપિયા 20,000 મળી ટોટલ 81520 ની મતા નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.