સુરત(Surat): દિવસેને દિવસે હત્યા(Murder), છેતરપીંડી(Fraud), ડ્રગ્સ(Drugs) ઝડપાવું વગેરેના કિસ્સાઓ ખુબ જ વધતા જાય છે. ત્યારે હાલમાં જ સુરતના ડુમસ રોડ પરથી ચરસ પકડાયું છે. ડુમસ રોડના વાસ્તુ લકઝરીયા ટ્રેડ હબ પાસેથી ચરસના જથ્થા સાથે માતા-પુત્રને પકડી તેઓના નવસારી ખાતેના રહેણાક મકાન ખાતે રેઇડ કરતા સુરત તથા નવસારી બંને જગ્યા એથી રૂ.2.70 લાખની મત્તાના ચરસ સાથે એક જ પરીવારના ચાર સભ્યોને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.
મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયા:
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને જગ્યા એથી 1,801,602 ગ્રામ કિ.રૂ .2.70 લાખની મત્તાના ચરસ સાથે એક જ પરીવારના ચાર સભ્યોને પકડી પાડવામાં આવ્યાં છે. શહેરના ડુમસ રોડ, લકઝરીયા ટ્રેડ હબ પાસે જાહેર રોડ પરથી બાતમી હકિકતના આધારે ઉત્સવ રમેશભાઇ સાંગાણી(22) અને શાન્તાબેન ઉર્ફે શીતલ રમેશભાઇ કાલુભાઇ સાંગાણી(45)ની ધરપકડ કરવામાં આવી છે. નવસારી વાળાઓ પાસેથી ચરસનો જથ્થો વજન 235 ગ્રામ 620 એમ.એલ. કિં.રૂ .35,343ની મત્તાનો તેમજ સુઝુકી મોપેડ એક્સેસ મોપેડ કિંમત રૂ .50 હજાર મોબાઇલ ફોન તથા રોકડા રૂપીયા સહિત કુલ્લે કિંમત રૂ .1,13,343ના મુદ્દામાલ સાથે મળી આવ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શિતલ આંટી ઝડપાઈ:
પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, ચરસનો જથ્થો હીમાચલ પ્રદેશથી લાવવામા આવ્યો હતો. નવસારી ખાતે રહેતા એક જ પરીવારના ચાર સભ્યો પૈકી મહિલા આરોપી શાન્તાબેન કે જે “શિતલ આંટી”ના નામથી સુરત શહેરના પોશ વિસ્તારમાં પ્રખ્યાત હોય અને નવસારી ખાતે રહી પોતાના મળતીયાઓ મારફતે હિમાચલ પ્રદેશ ખાતેથી ચરસનો જથ્થો મંગાવી પોતાના નવસારી ખાતેના રહેણાકમાં રાખી છુટક રીતે સુરત શહેરના હાર્દ સમાન પોશ વિસ્તારમાં ચરસનો જથ્થો વેંચાણ કરી સુરત શહેરના યુવાધનમાં નાર્કોટીક્સ જેવા નશીલા ઝેરી પદાર્થના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાનો વેપલો ચલાવતા હતા. હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.