દીકરી પર ખરાબ નજર નાખનાર પિતાને કાપી નાખ્યો માતાએ, કહ્યું હા મેં જ માર્યો છે…

Karnataka Crime News: કર્ણાટકના બેલગાવી જિલ્લાના ચીકોડીમાં મર્ડરની ઘટના સામે આવી છે. પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરનાર એક વ્યક્તિને તેની પત્નીએ જ મારી નાખ્યો છે. ત્યારબાદ ફિલ્મી સ્ટાઇલમાં પતિની લાશને ઠેકાણે પાડવાની (Karnataka Crime News) કોશિશ કરી પરંતુ હત્યાનો આ ગુનો વધારે સમય સુધી દબાયેલો ન રહ્યો. પોલીસે બુધવારની સવારે મૃતકની લાશ જપ્ત કરી હતી.

દીકરી સાથે રેપ કરવાની કોશિશ કરતો હતો પતિ
મહિલાનો પતિ શ્રીમંત ઇતનાલે દારૂ પીને રોજ ઝઘડો કરતો હતો. તેનાથી તે કંટાળી ચૂકી હતી. સોમવારે દારૂ પીધા બાદ આવેલ પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાવ કર્યો પરંતુ પત્નીને ના પાડી દીધી અને ઘરમાંથી બહાર નીકળી ગઈ. થોડીવાર પછી તે જ્યારે પાછી આવી તો દારૂના નશામાં ધૂત તેનો પતિ પોતાની જ દીકરી સાથે જબરજસ્તી કરી રહ્યો હતો. આ જોતા જ મહિલાને ખૂબ ગુસ્સો આવ્યો અને એક પથ્થર લઈ શ્રીમંતના માથા પર માર્યો. થોડી જ વારમાં શ્રીમંતનું મૃત્યુ થઈ ગયું.

પતિના શરીરના કર્યા બે ટુકડા
ત્યારબાદ મહિલાએ પોતાના પતિની લાશને ઠેકાણે પાડવા માટેની યોજના બનાવી. જોકે તે આખા મૃતદેહને બહાર લઈ જઈ શકે તેમ હતી નહીં. એટલા માટે તેણે પહેલા લાશના બે ટુકડા કર્યા અને પછી એક નાના ડ્રમમાં વારાફરતી એક એક ટુકડાને નાખી તેને નજીકના ખેતરમાં ફેંકી દીધો. ત્યારબાદ તેણે આ વારદાતમાં ઉપયોગ કરવામાં આવેલ બેરલને ધોઈને કૂવામાં ફેંકી દીધું. ઘરે પાછી ફરી અને ખૂન કરવામાં વપરાયેલ હથિયાર, લોહી વાળો બેડ અને કપડાં આ બધો સામાન ઠેકાણે પાડી દીધો. આ બધી વસ્તુ તેણે પથ્થર બાંધીને કુવામાં ફેંકી દીધી. જેથી તે કરીને ઉપર ન આવે.

પોલીસને કહ્યું: સોરી હા મેં જ માર્યો છે
સવાર સુધી બધું બરાબર હતું પરંતુ બુધવારે સવારે કોઈએ ખેતરમાં લાશ જોઈ. લાશ મળ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસને મૃતકની પત્ની પર શક ગયો. પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો તેણે પોતાની ભૂલ કબૂલી લીધી હતી અને સોરી કહીને આંસુ વહાવી રહી હતી. પત્નીએ પોલીસને જણાવ્યું કે તે પોતાના પતિથી કંટાળી ચુકી હતી અને તે દારૂ માટે પૈસા માંગી હેરાન પરેશાન કરતો હતો.