Tunisha Sharma: વ્હાલી દીકરીના મૃતદેહને જોઈ બેભાન થઇ માતા, વિડીયો જોઈ તમારી આંખો પણ થઇ જશે ભીની

Tunisha Sharma: ટીવી અભિનેત્રી તુનિષા શર્માએ શનિવારે (24 ડિસેમ્બર) માત્ર 20 વર્ષની ઉંમરે આઆપઘાત કરી લીધો. તુનિષાના આ ચોંકાવનારા નિર્ણયથી તેના ફેન્સ અને પરિવારના સભ્યો ચોંકી ગયા છે. તુનિષાના આપઘાતના સમાચારથી તેની માતા આઘાતમાં છે અને તેની પુત્રી માટે ન્યાયની વિનંતી કરી રહી છે. આ દરમિયાન અભિનેત્રીની માતાનો આવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કોઈપણની આંખમાં આંસુ આવી જશે.

દીકરીને જોઈને માતા બેહોશ થઈ ગઈ
સોમવારે Tunisha Sharma ની માતા પરિવારના અન્ય સભ્યો સાથે મૃતદેહ જોવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન તેની માતાને એટલી આઘાત લાગ્યો કે તે તરત બેહોશ થઈ ગઈ. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પરિવારના સભ્યો તુનિષાની માતાને બેભાન હાલતમાં હોસ્પિટલમાંથી બહાર લઈ જઈ રહ્યા છે. જ્યારથી આ પ્રતિભાશાળી અભિનેત્રીનો આ વીડિયો સામે આવ્યો છે, ત્યારથી તેના ચાહકો આઘાતમાં છે.

 

View this post on Instagram

 

A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

Tunisha Sharma ની માતાએ શીજાનને જવાબદાર ગણાવ્યો
તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ ‘અલી બાબા: દાસ્તાના એ કાબુલ’ના સેટ પર ફાંસી લગાવી લીધી હતી. આ ઘટના બાદ અભિનેત્રીની માતાએ તુનીશાના પૂર્વ બોયફ્રેન્ડ અને તેના કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાન પર છેતરપિંડી અને તેને આપઘાત માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો છે.

Tunisha Sharma ની માતાએ આરોપ લગાવ્યો હતો કે શીજાન તુનિષા સિવાય અન્ય કોઈને ડેટ કરી રહ્યો હતો. એક વીડિયો શેર કરતા તુનિષાની માતાએ કહ્યું કે, “અન્ય મહિલા સાથે સંબંધ હોવા છતાં તેણે તુનિષા સાથે સંબંધ જાળવી રાખ્યો હતો. તેણે મારી પુત્રીનો 3-4 મહિના માટે ઉપયોગ કર્યો. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે શીજાનને સખત સજા થવી જોઈએ, તેને બક્ષવામાં ન આવે. તેમના કારણે મેં મારી પુત્રી ગુમાવી છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *