MP Bus Accident: કાળજું કંપાવતો અકસ્માત- 50 ફૂટ ઊંચા પુલ પરથી બસ નદીમાં ખાબકી, એક સાથે 15 લોકોને ભરખી ગયો કાળ 

MP bus accident: મધ્યપ્રદેશ (MP)ના ખરગોન (Khargone)માં એક મોટો અકસ્માત ( Bus Accident) થયો છે. ઈન્દોર તરફ જઈ રહેલી એક ખાનગી બસ હાથીની નદી પર…

MP bus accident: મધ્યપ્રદેશ (MP)ના ખરગોન (Khargone)માં એક મોટો અકસ્માત ( Bus Accident) થયો છે. ઈન્દોર તરફ જઈ રહેલી એક ખાનગી બસ હાથીની નદી પર બનેલા પુલ પરથી નીચે પડી ગઈ હતી. ખરગોનથી લગભગ 40 કિલોમીટર દૂર દરભંગામાં આ અકસ્માતમાં 15 લોકોના મોત (15 people died bus accident in MP) થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. રાજ્ય સરકારે અકસ્માતમાં ઘાયલોને મફત સારવાર તેમજ મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે.

ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બેકાબૂ બસ નદીમાં ખાબકી:

મળતી માહિતી મુજબ મંગળવારે સવારે એક બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. બસ ખરગોનના ખરગોન ટેમલા રોડ પર દાસંગા પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બસ પુલ પરથી નીચે પડી હતી. બસ પુલ પરથી નીચે પડી ગયા બાદ જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘાયલોને ટ્રેક્ટર ટ્રોલીમાં હોસ્પિટલમાં લઇ જવાયા:

ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું અને પોલીસને પણ અકસ્માતની જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી અને પોલીસ ટીમ પણ મોકલવામાં આવી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ગ્રામજનોએ ઘણા ઘાયલોને ટ્રેક્ટર ટ્રોલીમાં નજીકની હોસ્પિટલમાં મોકલી દીધા હતા.

બસ અકસ્માતમાં 15 લોકોના કરુણ મોત:

ડોક્ટરોએ 14 લોકોને મૃત જાહેર કર્યા છે જ્યારે 20 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે ખરગોનના પોલીસ અધિક્ષક (SP) ધરમવીર સિંહે કહ્યું હતું કે આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. તેણે જણાવ્યું કે ઈન્દોર જઈ રહેલી બસમાં લગભગ 50 લોકો હતા. બાદમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે.

મૃતકોના પરિજનોને ચાર-ચાર લાખનું વળતરની જાહેરાત:

મધ્ય પ્રદેશ સરકારે ખરગોન બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર અને અન્ય ઘાયલોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે.

ઘાયલ લોકોને મફત સારવાર આપવાનો આદેશ:

મધ્યપ્રદેશ સરકારે પણ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મફત સારવાર આપવાનો આદેશ આપ્યો છે. અકસ્માતમાં સામેલ બસમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર નજીકની હોસ્પિટલોમાં ચાલી રહી છે. અકસ્માતના કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ તેનું કારણ વધુ ઝડપ હોવાનું માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *