પાલનપુરના થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ચુડમેર ગામના પુલ નજીક સોમવારે સવારે એક માતા અને બે પુત્રો સાથે નહેરમાં છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતા જ તેમના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે મહિલાએ કયા કારણોસર પુત્રો સાથે આત્મહત્યા કરી હતી તેની હજુ કોઈ જાણ થઇ નથી.
થરાદના ચુડમેરમાં પિયર ધરાવતી અને વાવના ચુવા ગામે પરણાવેલી પરિણીતા તેના બે પુત્રો સાથે સોમવારે સવારે ચુડમેરથી ચુવા જવા નિકળી હતી. ત્યારે થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ચુડમેરા ગામના પુલ નજીક માતાએ પોતાના બે પુત્રો સાથે કેનાલમાં છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ શોધખોળ દરમિયાન કેનાલ પર દોડી આવ્યા હતા.
બનાવની જાણ પાલિકાને થતાં તરવૈયા સુલતાન મીર ફાયર ટીમ સાથે કેનાલ પર દોડી આવ્યા હતા. બે કલાકની શોધખોળ બાદ માતા અને બન્ને પુત્રોના મૃતદેહો શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મહિલા અને તેના બે પુત્રોના મોતને લઈ શોકનો માહોલ છવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.