Ahemdabad Crime News: એક કહેવત છે કે છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ના થાય… પરંતુ આ કેવી માતા, જેણે પોતાના જ ત્રણ માસના દીકરાની પાણીની ટાંકીમાં (Ahemdabad Crime News) નાખી હત્યા કરી નાખી. વાત કંઈક એવી છે કે અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં ત્રણ માસનો ખ્યાલ રડી રહ્યો હતો, જેથી કંટાળીને માતાએ તેને પાણીની ટાંકીમાં નાખી દીધા બાદ જોર જોરથી બૂમો પાડવા લાગી હતી.
માતાએ 3 માસના બાળકની હત્યા કરી
અમદાવાદના મેઘાણીનગરના અંબિકાનગરમાં ત્રણ માસનો ખ્યાલ રડી રહ્યો હતો, જેથી કંટાળીને માતાએ તેને પાણીની ટાંકીમાં નાખી દીધા બાદ જોર જોરથી બૂમો પાડવા લાગી કે બાબુ ક્યાંય મળતો નથી. મહિલાની બૂમો સાંભળી પરિવારના સભ્યો પણ ખ્યાલને શોધવા લાગ્યા,
પરંતુ ખ્યાલ ક્યાંય મળ્યો નહીં. આ દરમિયાન જે ત્રણ માસનું બાળક હજી ચાલતા પણ શીખ્યો નથી તે ખોવાઈ ગયાની વાત વાયુ વેગે પ્રસરી જતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આખરે બાળકને શોધાવ માટે પોલીસની મદદ લેવામાં આવી હતી અને અંતે બાળકની લાશ મળતાં પોલીસે માતાની ધરપકડ કરી.
પોલીસે હત્યારી માંની ધરપકડ કરી
આ સંદર્ભે પોલીસે માતા કરિશ્માની કડક પૂછપરછ કરી હતી, જેમાં તેણે કબૂલ્યું હતું કે તેણે બાળક રડતું હતું એટલે પાણીની ટાંકીમાં નાખી દીધું હતું. બાળક છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતું હતું એટલે તેના રડવાને કારણે તે વધારે પરેશાન થઈ ગઈ હતી અને તેણે બાળકને ટાંકીમાં નાખી દીધું હતું, ત્યારે આ મામલે પોલીસે હાલ કરિશ્માની ધરપકડ કરી છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ થોડાક મહિના પહેલા સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો કે નાનું બાળક રાત્રે બહુ રડતું હતું અને તેનાથી કંટાળીને તેના પિતાએ તેની હત્યા કરી નાખી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App