JharKhand Crime News: ઝારખંડના સાહેબગંજ જિલ્લાના રાધાનગર પોલીસ સ્ટેશનમાં એક ચોકકાવનારો કેસ નોંધાયો છે. અહીંયા એક માતાએ પોતાની સગીર વયની દીકરી (JharKhand Crime News) સાથે છેડછાડ કરનાર આરોપીને એવી સજા આપી છે કે આરોપીઓની આત્મા કંપી ઉઠશે. માતાએ આરોપીને પાઠ ભણાવવા માટે વીજળીનો ઝટકો આપ્યો, જેનાથી તેનું મૃત્યુ થઈ ગયું.
રાધાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કીર્તિદેવીએ જણાવ્યું કે તેના મહોલ્લામાં રહેતો રાજુમંડલ નામનો યુવક છેલ્લા ઘણા મહિનાઓથી તેને અને તેની દીકરીને હેરાન કરતો હતો. રાજુ ઘણી વખત તેના ઘરમાં જબરજસ્તી ઘૂસી જતો હતો, સામાન ચોરી કરતો હતો અને તેની સગીર વયની છોકરી સાથે અડપલા કરતો હતો.
માં દીકરીએ બજારમાં જઈ વીજળીનો તાર ખરીદ્યો હતો
આરોપી મહિલાનું કહેવું છે કે તેને સ્થાનિક લોકો અને પ્રશાસન પાસે મદદ માંગી હતી પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. ત્યારબાદ માં દીકરી એ જાતે જ માર્કેટ જઈને વીજળીનો તાર ખરીદ્યો હતો. તેની પર રહેલા પ્લાસ્ટિકને દૂર કરી પોતાના ઘરમાં વાંસ સાથે લપેટી દીધો અને ત્યારબાદ તેને ઇલેક્ટ્રીક બોર્ડ સાથે કનેક્ટ કરી દીધો. પહેલા દિવસે તો રાજુ મહિલાના ઘરે ન આવ્યો પછી બીજા દિવસે મહિલાએ આવું કર્યું.
બીજા દિવસે રાજુ નશાની હાલતમાં મહિલાના ઘરે પહોંચ્યો અને ગાળો આપવા લાગ્યો અને ઘરમાં ઘૂસી ગયો. જેવો રાજુ ઘરની અંદર ઘૂસ્યો કે વીજળીનો તાર તેના પગમાં ફસાઈ ગયો અને કરંટ લાગવાને કારણે રાજુનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું.
છેલ્લા એક મહિનાથી કરી રહ્યો હતો હેરાન
ગામવાળાના જણાવ્યા અનુસાર આરોપી મૃતક રાજુ મંડળ કાયમ ઘરમાં ઘૂસી છોકરી સાથેઅડપલા કરી, બળજબરી પૂર્વક ઘરનો સામાન લઈ જતો હતો. છેલ્લા બે મહિનાથી આ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો. મહિલાએ કેટલાક ગામના લોકોને આની ફરિયાદ કરી હતી પરંતુ કોઈએ તેની મદદ ન કરી. આથી રાજુની આ હરકતોથી તંગ આવી માતાએ આ પગલું ઉઠાવ્યું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App