હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવાં અનલૉકના સમયગાળામાં પેસેન્જર ટ્રેનો પણ ચાલતી બંધ છે, અને ફ્લાઈટની ટિકિટ પણ પરવડે તેમ ન હોવાનાં લીધે માત્ર 26 વર્ષની એક મહિલાએ પોતાના 5 વર્ષના બિમાર પુત્રને મળવા માટે એક્ટિવા પર જ પુણે-જમશેદપુર વચ્ચેનું કુલ 1,800 કિમીનું અંતર કાપ્યું હતું. સોમવારે પુણેથી નીકળેલી સોનિયા દાસ શુક્રવારનાં રોજ જમશેદપુર પહોંચી હતી.
કદમાની ભાટિયા બસ્તીમાં વસતી સોનિયા દાસને જેવું તેના પતિએ ફોન કરીને જણાવતાં કહ્યું કે, તેમના 5 વર્ષના દીકરા ધ્રુવ જ્યોતિનું સ્વાસ્થ્ય બગડયું છે, અને તેને તાવ પણ આવ્યો છે, તો તે પરેશાન થઈ ગઈ હતી. તેણે તરત જ ટ્વીટર પર ઝારખંડ સરકારના ઑફિશિયલ હેન્ડલને ટેગ કરીને મદદ પણ માંગી હતી પરંતુ કોઈ જ રિસ્પોન્સ ન મળ્યો હતો.
તેણે મહારાષ્ટ્રનીં હેલ્પલાઈન નંબરમાં પણ કૉલ કર્યો જ્યાંથી તેને કોઈ સફળતા ન મળી હતી. ત્યારબાદ તેણે પોતાના હૉમટાઉન સુધી સ્કૂટર લઈને જવાનું નક્કી કર્યું. સદનસીબે તેની પુણેમાં રહેતી દોસ્ત સાબિયા બાનોએ પણ તેની સાથે જવાનું નક્કી કર્યું હતું.
સોમવારે સવારે સોનિયા તથા સાબિયાએ પુણેથી પોતાની સફરની શરૂઆત કરી હતી અને શુક્રવારે સ્ટીલ સીટિ પણ પહોંચી ગયાં હતા. ત્યારબાદ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તેમને કોવિડ-19 ટેસ્ટનાં માટે પણ તરત જ થોડા કલાકને માટે ડિટેઈન કરી દેવાયા હતા. હેડક્વાર્ટર્સ 2ના DSP અરવિંદ કુમારે જણાવતાં કહ્યું કે, ‘અમે તાત્કાલિક ધોરણે તેમના એન્ટીજેન ટેસ્ટ તથા નેગેટિવ આવ્યા પછી તેમને જવા દીધા હતાં અને હૉમ ક્વૉરન્ટાઈનમાં રહેવા માટે પણ કહ્યું.’
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાની સાથે વાત કરતા સોનિયાએ જણાવ્યું હતું કે, ‘પુણે કે મુંબઈથી ટાટાનગરની વચ્ચે કોઈપણ પેસેન્જર ટ્રેન ચાલી રહી નથી. વધુમાં તો મારી કે મારા પતિ પાસે એર ટિકિટ ખરીદવાના પણ પૈસા ન હતા. ઝારખંડ કે મહારાષ્ટ્ર સરકારે પણ કોઈએ પણ મદદ ન કરી. મેં પોતે જ ડ્રાઈવ કરીને ત્યાં જવાનું નક્કી કર્યું હતું. કારણ કે, હું મારા બાળકને લઈને ખુબ ચિંતિત હતી.’
આંખમાં આંસુની સાથે સોનિયાએ જણાવતાં કહ્યું કે, ‘સદનસીબે અમને કોઈ સમસ્યા આવી નહીં. અમે પેટ્રોલ પંપ તથા ઢાબા પર પણ રાતો પસાર કરી હતી. હવે હું મારા બાળકને ભેટવા માટે પણ આતુર છું. હું આશા રાખું છું કે, આ ક્વૉરન્ટાઈનનો સમય ઝડપથી જ પૂર્ણ થઈ જાય.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘બહુ ઓછા સમયમાં જ અમારા કોવિડ-19 નો ટેસ્ટ કરવા માટે હું ઑથોરિટીનો ખુબ આભાર માનું છું.’
સોનિયા મુંબઈમાં એક સ્મૉલ-ટાઈમ પ્રોડક્શન હાઉસની સાથે કામ કરતી હતી તથા કામ દરમિયાન સ્કૂટર પર ટ્રાવેલ પણ કરતી હતી. જો કે, લૉકડાઉનના આવાં સમયમાં તેની જૉબ પણ જતી રહી હતી. બધા જ વિકલ્પો પૂરા થઈ જતા તે પુણે જતી રહી હતી. જ્યાં તે સાબિયાની સાથે રહે છે, અને જૉબ પણ શોધી રહી છે. કારણ કે, તેના પતિની આવક પણ ઘટી ગઈ છે. છેલ્લા 3 મહિનાથી તે ભાડું પણ ભરી શકી નથી.
સોનિયાની દોસ્ત સાબિયાએ જણાવતાં કહ્યું કે, ‘એકલા ટ્રાવેલિંગ કરવાના રિસ્કને ધ્યાનમાં લઈને મેં પણ તેની સાથે જવાનું નક્કી કર્યું હતું. હું સ્કૂટર પર જવાના આઈડિયાની સાથે હું સહમત ન હતી, પરંતુ અન્ય કોઈ વિકલ્પ પણ હાજર ન હતો. તેથી, મેં તેની સાથે જ જવાનું નક્કી કર્યું હતું. અમે કુલ 10 પેટ્રોલપંપ અને માત્ર 2 ઢાબા પર જ રોકાયા હતાં.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP