પુત્ર આર્મીમાં જોડાઈ બોર્ડર પર જવાનો હતો, પરંતુ એ પહેલા જ એવી ઘટના બની કે લોહીના આંસુએ રડ્યો પરિવાર

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આ અકસ્માતોને કારણે કેટલાય લોકોના અકાળે જીવ જતા હોય છે. ત્યારે હાલ વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. ગોધરા દાહોદ હાઈવે(Godhra Dahod Highway) રોડ ઉપર લાડપુર(Ladpur) પાસે બાઈક અને પીક-અપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જ ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામના માતા પુત્ર અને ભત્રીજો આર્મીમાં ભરતી માટે આધારકાર્ડ કઢાવવામાં માટે ગોધરા ખાતે આવી રહયા હતા. આ દરમિયાન લાડપુર નજીક પુરપાટ ઝડપે આવી રહેલી પીકઅપ વાહન ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેને પગલે બાઈક ફંગોળાઈ ગયું હતું. ત્યારે બે વ્યક્તિઓના  ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ પીકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેમજ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

જાણવા મળ્યું છે કે, મૃતક યુવરાજ નામના યુવકના લગ્નને આશરે બે વર્ષ જેટલો સમય થયો હતો અને હાલ દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. મૃતકોમાં કોળી યુવરાજ વિજયભાઈ(22), ડાયરા સમરતબેન અશોકભાઈ(38) તેમજ ડાયરા રાજેશભાઈ અશોકભાઈ(18)નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *