માં-દીકરીના સબંધને લાંછન લગાવતો કિસ્સો- પ્રેમીને પામવા માતાએ પોતાની જ દીકરીને ચપ્પુના 20 ઘા ઝીંક્યા

હાલ એક માં-દીકરીના સંબધને લાંછન લગાવતો કિસ્સો વડોદરા (Vadodara)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, છૂટાછેડા(Divorce) લીધેલી માતાએ પોતાના જીવનસાથી તરીકે પુરુષ મિત્ર સાથે વિકસાવેલા સંબંધમાં પુરુષે પુત્રી પર પણ દાનત બગાડી હોવાની શંકા ગઈ હતી. જેનો કરુણ અંજામ આવ્યો હતો. મંગળવારે માતા સાથે પુત્રીનો ઝઘડો થતાં માતાએ પુત્રી પર ચપ્પુના 20 જેટલાં ઘા ઝીંક્યા હતા. આ અંગે જાણ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

મળતી માહિતી મુજબ, 2013માં માતાએ છૂટાછેડા લેતાં માતા-પુત્રી આજવા રોડ પર રહેવા આવ્યાં હતાં. જાણવા મળ્યું છે કે, તેઓ ઓનલાઇન વ્યવસાય દ્વારા જીવન ગુજારતા હતાં. આ દરમિયાન બે વર્ષ અગાઉ 39 વર્ષિય માતાને એક યુવક સાથે ઓનલાઇન પરિચય થતાં મૈત્રી સંબંધ કેળવાયો હતો, જે અંગે 13 વર્ષિય પુત્રીને જાણ થતાં ઝઘડા થતા હતા. આ પછી પુત્રી પણ યુવકની નજીક આવી હોવાનું જણાતાં માતા-પુત્રી વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા, જેનો કરુણ અંજામ આવ્યો હતો.

આ પછી મંગળવારના રોજ સાંજે 4 વાગ્યા આસપાસ માતા શાક સમારતી હતી. આ દરમિયાન તેનો પુત્રી સાથે ઝઘડો થયો હતો. જેમાં માતાએ ઉશ્કેરાઈને પુત્રી પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્ત યુવતીને માતા દ્વારા જ સયાજી હોસ્પિટલમાં ખસેડી તેની સારવાર કરવામાં આવી રહી છે. પુત્રી પર જીવલેણ હુમલો કરી નિર્દયી માતાએ પોતાનો આક્રોશ ઠાલવ્યા બાદ તેને સારવાર માટે લઈ જવા 108ને ફોન કર્યો હતો. 108ની મદદથી તે લોહીલુહાણ હાલતમાં પુત્રીને સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

હુમલા બાદ માતાએ પોલીસ કંટ્રોલમાં 2 વાર ફોન કર્યો, મેં મારી છોકરીને મારી નાખી છે:
માતાએ સગી દીકરી પર ચાકુથી હુમલો કર્યા પછી માતાએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં 2 વાર ફોન કર્યો હતો કે, મેં મારી છોકરીને મારી નાખી છે. જેને પગલે બાપોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.

પોલીસને બનાવમાં ફરિયાદી જ ન મળ્યા:
આમ છતાં પણ આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પોલીસ દ્વારા મહિલાના સંબંધીઓને બોલાવી બનાવમાં ફરિયાદી થવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમના સ્વજનો પણ આ બાબતથી દૂર રહેવા માગતા હતા.

માતાના અગાઉ બેવાર છૂટાછેડા થયા છે:
પુત્રી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરનાર માતાના અગાઉ લગ્ન થયેલા છે અને તેના બે વખત છૂટાછેડા થયા છે. માતાનો હાલ જે બોયફ્રેન્ડ છે તે હાલ વિદેશ ગયો હોવાની ચર્ચા સાંભળવા મળી છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *