જુઓ કેવીરીતે એક બિલાડીએ માસુમ બાળકીને દુષ્કર્મનો ભોગ બનતા બચાવી? સુરતની આ ઘટના ચોંકાવી દેશે

સુરત(Surat): અંધશ્રધ્ધામાં માનતા લોકો સામાન્ય રીતે બિલાડી (cat)ના રડવાના અવાજને કે રોડ ક્રોસ કરવાની ઘટનાની અપશુકનિયાળ ગણે છે. પરંતુ હાલ બિલાડીના અવાજને કારણે એક માસુમ…

સુરત(Surat): અંધશ્રધ્ધામાં માનતા લોકો સામાન્ય રીતે બિલાડી (cat)ના રડવાના અવાજને કે રોડ ક્રોસ કરવાની ઘટનાની અપશુકનિયાળ ગણે છે. પરંતુ હાલ બિલાડીના અવાજને કારણે એક માસુમ બાળકી દુષ્કર્મ (Mischief)નો બોગ બનતા રહી ગઈ છે. આ ઘટના સુરતના સચિન જીઆઇડીસી(Sachin GIDC) વિસ્તારની છે. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાસ્તવમાં, મૂળ યુપીની રહેવાસી હાલ સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી મહિલા ચાર દિવસ પહેલા પરિવાર સાથે નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગઇ હતી. જયાંથી પતિ સંચા ખાતામાં નોકરી પર જવા નીકળી ગયો હતો. મહિલા તેના બે પુત્ર અને પુત્રી તથા બહેનની પુત્રી સાથે પરત ઘરે આવ્યા હતા. ત્યાં રાતે મહિલા તેની પુત્રી અને બહેનની દીકરી સાથે ઘાબા પર ઊંઘી રહ્યા હતા.

આ સમયગાળા દરમિયાન રાતે અંદાજીત 12 વાગ્યાના અરસપાસ બિલાડીના રડવાનો અવાજ આવતા દીકરીની માતા અચાનક જાગી ગઇ હતી. ત્યારે બાજુમાં જોતા એક દીકરી ગાયબ હતી. જેથી મહિલાએ દીકરીની કયાં છે તેવો અવાજ આપ્યો હતો. જેથી બીજી દીકરીએ કહ્યું કે મારે પાણી પીવું હોવાથી પાણી લેવા ગઇ છે પરંતુ આવી નથી. માતાને ચિંતા થતા તે તરત જ ઘરમાં દોડી ગઈ હતી, પરંતુ ત્યાં પણ દીકરી મળી આવી નહોતી. આ પછી આજુબાજુ શોધખોળ કરવા છતાં દીકરીઓ કોઈ પત્તો ન લગતા આજુબાજુના લોકોને જગાડતા લોકો પણ આવ્યા હતા.

આ દરમિયાન રહેણાંક ઘર નજીક પાણીના પ્લાન્ટમાંથી માસુમ દીકરીનો અવાજ આવતો હોવાથી મહિલા ત્યાં દોડી ગઇ હતી અને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો કોઇએ ખોલ્યો ન હતો. જેથી દીકરીની માતાએ પડોશી દંપતીને જાણ કરી હતી. પડોશીએ તુરંત જ પાણીના પ્લાન્ટના ધાબા પરથી અંદર જઇ દીકરીને બચાવી હતી અને હવસખોર નરાધમ અમનસિંગને પકડી લીધો હતો

આ અંગે દીકરી જણાવ્યું હતું કે પાણી લેવા ધાબા પરથી નીચે ઉતરી ત્યારે અમન ઘરના આંગણામાં ઉભો હતો અને હાથ પકડીને પ્લાન્ટમાં લઇ જઇ નિર્વસ્ત્ર કરી બિભત્સ હરકતો કરી હતી. બાદમાં દીકરીએ પ્રતિકાર કરતા મોઢું દબાવી મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારે રાત્રીના સમયે આ બાબતે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને નરાધમને પકડી ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *