ખૂબ જ ચમત્કારિક મોતી ડુંગરી ગણેશ મંદિર: સ્વસ્તિક ઊંધું કરવાથી થાય છે મનોકામનાઓ પૂર્ણ

Moti Dungri Ganesh Temple: મોતી ડુંગરી ગણેશ મંદિર રાજસ્થાનમાં જયપૂરનું પ્રસિદ્ધ મંદિર ગણવામાં આવે છે. આ ભગવાન ગણેશજીને સમર્પિત એક ખાસ મંદિર (Moti Dungri Ganesh Temple) છે. આ જગ્યા પ્રત્યો લોકોની ખાસ આસ્થા અને વિશ્વાસ છે. અહીં હંમેળાં ભક્તોની ભીડ લાગેલી રહે છે અને દૂર-દૂરથી લોકો ભગવાન મોતી ડુંગરીના દર્શન માટે આવે છે. આ જગ્યાને લઈને અનેક માન્યતાઓ પ્રસિદ્ધ છે. અહીંની મૂર્તિ સાથે જોડાયેલી એક માન્યતા છે બુધવાર સાથે જોડાયેલી.

હજારો વર્ષો જૂની છે અહીંયાની મૂર્તિ:
અહીંયા સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિ જયપુરના રાજા માધોસિંહની પ્રથમ રાનીના પિયર માવલીથી લાવવામાં આવી હતી. અહીંયા માન્યતા છે કે તે સમયે આ મૂર્તિ 500 વર્ષ જૂની છે. આ મૂર્તિને માવલીથી જયપૂર પલ્લીવાલ નામના શેઠ લઇને આવ્યા હતા અને જેમની દેખરેખમાં જ મોતી ડૂંગરીનું મંદિર બનાવવામાં આવ્યું હતુ.

મંદિરનું સ્વરૂપ:
આ ગણેશ મંદિર સામાન્ય શૈલીમાં બનેલું એક સુંદર મંદિર છે. મંદિરમાં જમણી બાજુની સૂંઢવાળા ગણેશજીની વિશાળ પ્રતિમા છે જેની ઉપર સિંદૂરનો ચોલો ચઢાવીને ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે.

દર બુધવારે અહીં થાય છે નવા વાહનોની પૂજાઃ
મંદિરમાં દર બુધવારે નવા વાહનોની પૂજા કરવાની માન્યતા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેને લીધે જ દર બુધવારે અહીં નવી ગાડીઓની ભીડ લાગે છે. એવું માનવામાં આવે છે કે નવા વાહનની પૂજા મોતી ડુંગળી ગણેશ મંદિરમાં કરવામાં આવે તો વાહન શુભ ફળ આપે છે. લોકોની આ આસ્થાને લીધે જ જયપુરનું આ મંદિર પ્રસિદ્ધ બન્યું છે.

કઇ રીતે પહોંચવું:
જયપુર રાજસ્થાનના પ્રમુખ શહેરમાંથી એક છે. અહીંયા પર એરપોર્ટ રેલ્વે અને સડક માર્ગ માટે સારી સુવિધાઓ છે.

મંદિરની આસપાસ ફરવાની જગ્યાઓ:
ગોવિંદ દેવજી મંદિર- અહીં ભગવાન રાધા-કૃષ્ણનું એક સુંદર મંદિર છે.
હવા મહેલ- હવા મહેલ જયપુરનો સૌથી સુંદર મહેલ ગણવામાં આવે છે.
ગલતાજી મંદિર અને કુંડઃ- આ મંદિર જયપુરથી 10 કિ.મી. દૂર છે. અહીં સૂર્ય અને બાલાજીનું મંદિર છે.
લક્ષ્મી-નારાયણ મંદિર- મોતી ડુંગળી ગણેશ મંદિરની પાસે જ ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મીનું સુંદર મંદિર છે.