પાટણ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. માતા-પિતા પોતાના બાળકોને કોઈ તકલીફ ન પડે તે માટે ઘણી સુખ સુવિધાઓ અપાતા હોય છે. જો માતા પિતા સુખી હોય તો બાળકોને ફરવા માટે ગાડી, મોંઘા મોંઘા ફોન અને બીજી ગણી બધી સુખ સુવિધાઓ આપતા હોય છે. પરંતુ, અમુકવાર એવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે કે તેનું દુઃખ જીવનભર રહેતું હોય છે.
પાટણમાં બનેલી આ ઘટનાથી પરિવારનો એકનો એક કુલદીપ મત્યુ પામતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, મૃત યુવકનું નામ વિશ્વ પટેલ હતું. વિશ્વનો પરીવાર પૈસા ટકે ખુબ જ સુખી હતો અને વિશ્વ એકના એક દીકરો હતો માટે માતા પિતાએ ખુબ જ પ્રેમથી તેનો ઉછેળ કર્યો હતો. દીકરાને ફરવા માટે ગાડી પણ આપી હતી.
દીકરો વિશ્વ પોતાના મિત્રો સાથે ગાડી લઈને ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન અચાનક કારનું એસિડન્ટ થતા વિશ્વનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને તેના મિત્રોને ઈજા આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યા હતા. જયારે માતા પિતાને આ વાતની જાણ થઇ તેમના પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો.
પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થઇ જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. માતા પિતાને પોતાના દીકરાને ભણાવી ગણાવીને એક મોટો વ્યક્તિ બનાવવો હતો. પણ એની પહેલા તો દીકરાનું મૃત્યુ થઇ જતા માતા પિતાના બધા સપના તૂટી ગયા હતા. પરિવારે ભીની આંખે દીકરાને અંતિમ વિદાય આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.