મહારાષ્ટ્રના રાજકીય ખેલ વચ્ચે મધ્યપ્રદેશમાં સરકાર ગુમાવી શકે છે કોંગ્રેસ- વાંચો અહી

હાલ આખા દેશનું ધ્યાન મહારાષ્ટ્રની રાજનીતિ પર છે. મહારષ્ટ્રમાં કોની સરકાર બનશે તેને લઈને રોમાંચક માહોલ રચાયો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની 44 સીટ આવી છે. કોંગ્રેસ,…

હાલ આખા દેશનું ધ્યાન મહારાષ્ટ્રની રાજનીતિ પર છે. મહારષ્ટ્રમાં કોની સરકાર બનશે તેને લઈને રોમાંચક માહોલ રચાયો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની 44 સીટ આવી છે. કોંગ્રેસ, શિવસેના અને રાષ્ટ્રવાદી સાથે મળીને સરકાર રચવાના પ્રયાસ કરી રહી છે. પરંતુ તેઓ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પ્રયત્નોમાં મધ્યપ્રદેશ પર ધ્યાન આપવાનું ભૂલી ગયા લાગે છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારને ખતરો હોવાના ઇશારા ટ્વિટર પરથી આવી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના 20 ધારાસભ્યો લાપતા થયા હોવાની ઘટના સામે આવી છે.

સોમવારે કોંગ્રેસના કદ્દાવર નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદાર જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસનું નામ અને કેબિનેટ મંત્રી પદ હટાવ્યા બાદ કોંગ્રેસમાં ઉહાપોહ સર્જાયો છે. સુત્રો અનુસાર, તમામ ધારાસભ્યો જ્યોતિરાદિત્ય સિંધિયાના સંપર્કમાં છે. જો કે કોંગ્રેસનું કહેવું છે કે, હાલ કોઈ ધારાસભ્ય અલગ નથી થયુ. જો કે રાજનીતિક જાણકાર મધ્ય પ્રદેશની રાજનીતિક સ્થિતિને કોંગ્રેસ માટે સકારાત્મક નથી માની રહ્યા.

કહેવાય છે કે, તાજેતરમાં જ્યોતિરાદિત્યા સિંધિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અગાઉ પણ સિંધિયા અનેક વખત વડાપ્રધાન મોદીની કાર્યશૈલીના વખાણ કરી ચૂક્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, મધ્ય પ્રદેશમાં કમલનાથને મુખ્યમંત્રી બનાવામાં આવ્યા બાદ સિંધિયા કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ હતા.

હકીકતમાં મધ્ય પ્રદેશમાં ભાજપને બહુમતના જાદુઈ આંકડાને સ્પર્શવામાં માત્ર 9 ધારાસભ્યોની જરૂર છે. જ્યારે મધ્ય પ્રદેશના 4 અપક્ષ ધારાસભ્યો પણ છે. ભાજપના અનેક નેતા મધ્ય પ્રદેશમાં જલ્દી સરકાર પડી જશે, તેવી ભવિષ્યવાણી પણ કરી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો કમલનાથ સરકાર સામે બળવો પોકારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *