દીકરીને જન્મ આપી શું માતાએ ગુનો કર્યો? વહુએ છોકરીને જન્મ આપ્યો તો માર મારી ઘરેથી કાઢી મૂકી, જાણો વિગતે

Madhyapradesh Crime News: મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રાહતગઢથી 2 મહિલાઓ ન્યાયની માંગણી માટે એસપી ઓફિસે પહોંચી હતી. તેના હાથમાં એક 8 દિવસ પહેલા જન્મેલી બાળકી (Madhyapradesh Crime News) હતી. બાળકીને ગોદમાં લઈને મહિલાએ જણાવ્યું કે આ મારી દીકરી ની દીકરી છે. મારી દીકરીએ 8 દિવસ પહેલા આ છોકરીને જન્મ આપ્યો હતો.

જ્યારે તેના સાસરિયાને ખબર પડી કે તેને દીકરી જન્મી છે, તો તેઓ હોસ્પિટલથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ 1 તારીખે જ્યારે મહિલા બાળકીને લઈ પોતાના સાસરીયામાં પહોંચી તો તેઓએ તેની સાથે મારપીટ કરી અને રાત્રે જ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ મહિલા પોતાની માતા અને માસુમ બાળકીને લઈને સાગર પહોંચી હતી. આખી રાત તેણે બસ સ્ટેન્ડ પર વિતાવી હતી. એક રીક્ષા ચાલકની મદદથી તેઓ એસપી ઓફિસ પહોંચ્યા હતા.

દીકરી જન્મી તો છોડીને ચાલ્યા ગયા સાસરીયા વાળા
હકીકતમાં 1 વર્ષ પહેલા રાહતગંજમાં રહેતી મહિલાના લગ્ન સાગરના ગોપાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સંજયનગરમાં રહેતા એક વ્યક્તિ સાથે થયા હતા. મહિલાના જણાવ્યા અનુસાર તેનો પતિ એક રીક્ષા ડ્રાઇવર છે. મહિલાનું કહેવું છે કે તેની ડિલિવરી ન થઈ હતી ત્યાં સુધી કોઈ મુશ્કેલી ન હતી, પરંતુ દીકરીના જન્મ થયા બાદ સાસરીયા પક્ષના તેવર બદલાઈ ગયા હતા. પીડીતાએ જણાવ્યું હતું કે પતિ, નણંદ અને સાસુએ તેની સાથે મારપીટ કરી હતી. તેમને છોકરી ન જોઈતી હતી. 8 દિવસ પહેલા જન્મેલી બાળકીને તેઓ હોસ્પિટલમાં છોડીને ચાલ્યા ગયા હતા. અમે 8 દિવસ બાદ ઘરે ગયા તો અમને પણ ઘરેથી માર મારી ભગાડી દીધા હતા.

અડધી રાત્રે ઘરેથી કાઢી મૂક્યા
ત્યાંથી નીકળ્યા બાદ મહિલા મોડી રાત્રે બસ સ્ટેન્ડ પર પહોંચી,એક  રીક્ષા ચાલકે મહિલાની મદદ કરી. તેણે રાત્રે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી આપી. ત્યારબાદ મહિલા અને તેની માતાને રીક્ષા ડ્રાઇવર પોલીસ અધિક્ષકની ઓફિસ સુધી મૂકી ગયો હતો.

અહીંયા પીડીતાએ ન્યાયની માંગણી કરી છે. પીડિતની મદદ કરનાર સોનુ પ્રજાપતિએ જણાવ્યું કે મેં રાત્રે 2 વાગ્યે 2 મહિલાને બહાર જોઈ તો મેં પૂછ્યું આટલી રાતમાં શું કરી રહી છે? મહિલા ઓટોમાં બેઠેલી હતી. મારો ભાઈ ઓટો ચાલક હતો. તેણે મને જણાવ્યું કે ભાઈ હું ખૂબ મુશ્કેલીમાં છું. ત્યારબાદ મેં આ લોકો ને રાહતગઢ બસ સ્ટેન્ડ પર રોકાવાની વ્યવસ્થા કરી આપી હતી. હવે સવાર થતાની સાથે જ હું તેમને એસપી ઓફિસ લઈને આવ્યો છું.