INDIA ગઠબંધનના કયા સાંસદને ટીકીટ રીપીટ ના થઇ તો ઝેર ખાઈ ગયા અને ગુમાવ્યો જીવ?

Ganesh Murti Passes Away: તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. તેમણે આપઘાત કર્યો…

Ganesh Murti Passes Away: તમિલનાડુના ઈરોડ લોકસભા મતવિસ્તારના સાંસદ અને મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK)ના નેતા એ. ગણેશમૂર્તિનું નિધન થઈ ગયું છે. તેમણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી જવાને કારણે તેમની હાલત બગડી હતી અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં(Ganesh Murti Passes Away) દાખલ કરાયા હતા.ત્યારે એવું કહેવાય છે કે ડીએમકે સાથે ગઠબંધનમાં તેમની પાર્ટી એમડીએમકેને ઈરોડથી ટિકિટ ન ફાળવતાં તેઓ નારાજ હતા અને આ કારણે જ તેમણે ઝેરી દવા પી લીધી હતી.

ગણેશમૂર્તિ 3 વખતના સાંસદ
અહેવાલો અનુસાર,ગણેશમૂર્તિ 3 વખતના સાંસદ છે અને MDMKના અગ્રણી નેતાઓમાંના એક હતા. તેમણે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ની ટિકિટ પર ઈરોડ લોકસભા મતવિસ્તારમાંથી 2019ની ચૂંટણી લડી હતી અને જીતી હતી. આ વખતે પણ તેઓ ઈરોડ બેઠક પરથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેઓ નારાજ હતા.

19 એપ્રિલે 39 બેઠકો પર એક સાથે મતદાન થશે
ઈરોડથી ટિકિટ નકારવામાં આવ્યા બાદ, ગણેશમૂર્તિ તિરુચીથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ અહીંથી MDMKના વડા વાઈકોએ તેમના પુત્ર દુરાઈ વાઈકોને મેદાનમાં ઉતાર્યા, જેનાથી ગણેશમૂર્તિની નારાજગીમાં વધારો થયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાઈકો અને ગણેશમૂર્તિ બંને આતંકવાદ વિરોધી અધિનિયમ (POTA) હેઠળ જેલમાં બંધ નેતાઓમાં સામેલ છે. તામિલનાડુમાં 27 માર્ચ નોમિનેશનનો છેલ્લો દિવસ હતો. અહીં, પ્રથમ તબક્કામાં, 19 એપ્રિલે 39 બેઠકો પર એક સાથે મતદાન થશે.

ઝેરી દવા ગટગટાવી ગયા હતા
ઝેરી દવા ગટગટાવી જવાને કારણે સાંસદ ગણેશમૂર્તિની તબિયત લથડી ગઈ હતી અને તેના પગલે તેમને કોઈમ્બતુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે સવારે 5 વાગ્યે તેમનું અવસાન થયું હતું. બુધવારે સવારે ઉલ્ટીની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગણેશમૂર્તિએ તેમના પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે તેમણે જંતુનાશક દવાનું સેવન કર્યું હતું.