સેકેંડોમાં માતમમાં ફેરવાઈ ખુશી- પિતા પંચાયતની ચુંટણી જીત્યા અને દીકરો મોતને ભેટ્યો

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સતના(Satna)માં મ્યુનિસિપલ ચૂંટણી(election)માં નવા ચૂંટાયેલા કાઉન્સિલરનો પુત્ર ઉજવણી પહેલા મૃત્યુ પામ્યો. વોર્ડ નંબર 3માંથી કોંગ્રેસના કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા રામુ કોલના પુત્ર કૃષ્ણા કોલ (40)ને બુધવારે ચૂંટણીના પરિણામોના થોડા સમય પછી હાર્ટ એટેક(Heart attack) આવ્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે, મતગણતરી સમયે કૃષ્ણા ઘરે હતા, આ પછી જયારે પરિણામ આવ્યું અને તેમને ફોન પર પિતાની જીતના સમાચાર મળ્યા તો તેઓ ખૂબ જ ખુશ હતા. તેણે ઘણા પરિચિત લોકોને ફોન કરીને બોલાવ્યા. તેણે મીઠાઈ લાવવા માટે કેટલાક લોકોને પૈસા આપ્યા. આ ખુશીમાં તેણે બેન્ડવાજા વાળાને બોલાવ્યા, ડીજેના પૈસા પણ આપ્યા. ત્યારબાદ અચાનક તેમની તબિયત બગડતાં તેઓને ચક્કર આવ્યા હતા અને નીચે પડી ગયા હતા.

આ દરમિયાન પરિવારજનો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તપાસ દરમિયાન ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કૃષ્ણાના પરિવારમાં તેમના માતા-પિતાની સાથે પત્ની ગુડિયા, 2 પુત્રો રાજ(22), જય(16) અને પુત્રી સુભદ્રા(19) છે. જેમની હાલત કફોડી બની છે. તેમના પિતા પણ આઘાતમાં છે.

કૃષ્ણાના પિતાએ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર કાઉન્સિલરની ચૂંટણી લડી હતી. જેમાં તેમને 390 મત મળ્યા હતા. ચૂંટણીમાં તેમણે ભાજપના પવન કોલને 14 મતથી હરાવ્યા, પવનને 376 મત મળ્યા. પરિણામ જાહેર થયા બાદ નવા ચૂંટાયેલા કાઉન્સિલરે વિજયનું પ્રમાણપત્ર પણ મેળવી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *