આઠ વર્ષ પહેલા મૃત્યુ પામેલા બાળકનું ખુલ્યું મોતનું રહસ્ય- જાણી પોલીસને પણ ધોળે દિવસે અંધારા આવી ગયા

મધ્યપ્રદેશમાં આવેલા છિંદવાડામાં પોલીસે લગભગ 8 વર્ષ પહેલા ગુમ થયેલા છોકરાનો મુતદેહ મળી આવ્યો છે. 2013 માં, છોકરો આંબાના ઝાડમાંથી કેરી તોડવા ગયો હતો, પરંતુ…

મધ્યપ્રદેશમાં આવેલા છિંદવાડામાં પોલીસે લગભગ 8 વર્ષ પહેલા ગુમ થયેલા છોકરાનો મુતદેહ મળી આવ્યો છે. 2013 માં, છોકરો આંબાના ઝાડમાંથી કેરી તોડવા ગયો હતો, પરંતુ તેની આસપાસ કરંટ આવતા તે છોકરાનું મોત થયું હતું. માલિકે મૃતદેહને જમીનમાં દફનાવ્યો પરંતુ વર્ષ 2021 માં આખરે પોલીસે ગુમ થયેલા બાળકનું રહસ્ય ઉકેલી લીધું છે.

છિંદવાડાના પોલીસ અધિક્ષક વિવેક અગ્રવાલે કહ્યું કે, ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારના દબક ગામનો રહેવાસી 16 વર્ષનો છોકરો 4 ડિસેમ્બર, 2013 ના રોજ ગુમ થયો હતો. ઓપરેશન મુસ્કાન અંતર્ગત ગુમ થયેલા છોકરા-છોકરીઓ માટે પોલીસ હેડક્વાર્ટર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ હેઠળ જ્યારે પોલીસ સ્ટેશન ઉમરેઠમાં બાળક ગુમ થયા બાદ આઠ વર્ષથી પેન્ડિંગ કેસની સમીક્ષા કરવામાં આવી હતી.

એસપીએ કહ્યુ કે, બાળકના કેસની તપાસ માટે ખાસ ટીમની તૈયાર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારૂ રાઝ સામે આવ્યું કે, ગુમ થયેલ બાળક છેલ્લી વખત તેના મિત્ર સાથે બહાર ગયો હતો અને ઘરે તેમ જણાવ્યું હતું કે, ‘હું મારા મિત્ર સાથે કેરી તોડવા માટે જાવ છું’. પરંતુ સાંજે તેનો મિત્ર ઘરે ફર્યો પણ તે પાછો ન આવતા પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી. લાંબા સમયે ઘરે ન આવતા પરિવાર પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. પોલીસે આ ઘટના અંગે તપાસ કરી ત્યારે સમગ્ર ઘટનાનો તાળ મેળવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ગુમ થયેલા છોકરાના મિત્રએ પૂછપરછ દરમિયાન કહ્યું કે, બગીચાના માલિક જ્યાં બંને કેરી ખાવા ગયા હતા તે આંબાના ઝાડની આજુબાજુ કરંટ નાખ્યો હતો જેથી કોઈ પ્રાણી કે અન્ય કોઈ વ્યક્તિ તેની કેરી તોડી ન શકે. જ્યારે બંનેએ ઝાડમાંથી કેરી તોડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓ વીજળીના તાર પર પડ્યા અને કરંટ લાગ્યા બાદ બંને જમીન પર પડી ગયા.

મિત્રના જણાવ્યા મુજબ, ગુમ થયેલ બાળકને કરંટનો ભારે આંચકો લાગ્યો હતો, જેના કારણે તે ઉઠી શક્યો ન હતો. બીજા મિત્રને હળવો કરંટ જ લાગ્યો હતો તેના કારણે તે પોતે ઘરે પહોચ્યો હતો. કરંટ લાગવાથી તે એટલો ગભરાઈ ગયો હતો કે, તેણે કોઈને પણ આ અંગે જાણ કરી નહોતી.

ત્યારબાદ 8 વર્ષ પછી, જ્યારે તેણે આ ઘટના જણાવી, તે સમયે બગીચાના માલિક રામદાસને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી. આ સમયે, તેણે કહ્યું કે જ્યારે તેણે આંબાના ઝાડ પાસે બાળકનો મૃતદેહ જોયો ત્યારે તેણે અમુક અંતરે ખાડો ખોદીને મૃતદેહને દફનાવ્યો અને ઘટના અંગે કોઈને કહ્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *