નવી દિલ્હી મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતથી જ ખેડૂતો માટે અલગ-અલગ યોજનાઓ જાહેર કરી છે. સાથે સાથે હવે અલ્પસંખ્યકોના તુષ્ટિકરણ માટે યોજના લાવી રહી છે. જેનાથી દેશના પાંચ કરોડ જેટલા મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, પારસી અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના સીધો ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણી અગાઉ બિન અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ માટે દસ ટકા આર્થિક અનામત લાગુ કરાઈ હતી.
અલ્પસંખ્યક મામલાઓના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, અલ્પસંખ્યક માં આવતા લગભગ 50 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, મોદી સરકાર સાંપ્રદાયિક અને તૃષ્ટિકરણની નીતિ થી આગળ વધી રહી છે અને દેશમાં એક સ્વસ્થ અને સારો માહોલ બનાવી રહી છે.
મદ્રેસાના શિક્ષકોને મળશે વિશેષ ટ્રેનીંગ
મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે એ સાબિત કરી બતાવ્યું છે કે, તેમની સરકાર અધિકાર ન્યાય અને અખંડતા ની સરકાર છે. જેવો સૌનો વિકાસ અને સર્વ સ્પર્શે વિશ્વાસ પર અડીખમ છે. તેમણે જણાવ્યું કે અલ્પસંખ્યક વર્ગ ની છોકરીઓ કે જેઓ શાળા છોડી ચૂકી છે તેમના માટે વિશેષ કોર્સ ચલાવવામાં આવશે. જે પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં ચલાવાશે મદ્રેસા શિક્ષકો માટે પણ હિન્દી અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને કોમ્પ્યુટર ને અલગ અલગ સંસ્થાઓમાંથી ટ્રેનિંગ આપવામાં આવશે. જેનાથી આ શિક્ષકો તાલીમ લઇ રહેલા વિદ્યાર્થીઓને આ વિષય સારી રીતે ભણાવી શકે મદ્રેસા નો પ્રોગ્રામ આગલા મહિને લોંચ કરવામાં આવશે.
અલ્પસંખ્યક મામલાઓના મંત્રી નકવીએ આગળના પાંચ વર્ષીય યોજના માટે જણાવ્યું કે અલ્પસંખ્યકોના સામાજિક આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટે વિશેષરૂપે છોકરીઓની શિક્ષાને વધારવામાં આવે તેવી યોજનાઓ લાગુ કરવામાં આવશે આર્થિક રૂપે નબળા રહેલા પરિવારોની દીકરીઓને 10 લાખની બેગમ હજરત મહલ શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત કોલેજ, આઇ.ટી.આઇ, પોલીટેકનીકલ, ગુરુકુળ લેવલે હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવશે અલ્પસંખ્યક વિસ્તારોમાં તેમના બાળકો માટે આર્થિક સામાજિક પરિસ્થિતિ ઓ ને કારણે તેઓ સ્કુલે જઈ શકતા નથી. જેના માટે ભણો અને આગળ વધો નામથી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ અભિયાન નો વધુ ધ્યાન છોકરીઓ પર રહેશે. જેના માટે શેરી નાટકો ડોક્યુમેન્ટરી ફિલ્મો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
અભિયાનના પહેલા તબક્કામાં 60 અલ્પસંખ્યક વિસ્તારો વાળા જિલ્લામાં લાગુ કરવામાં આવશે. આની સાથે જ બેન્કિંગ સર્વિસ એસ.એસ.સી રેલ્વે અને અન્ય પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ માટે આર્થિક રૂપે નબળા અલ્પસંખ્યક જેવા કે મુસ્લીમ, શીખ, ઇસાઇ, જૈન, પારસી અને બુદ્ધ ધર્મ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે કોચિંગ ની વ્યવસ્થા કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.