મોદી સરકારે ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં કર્યો ચોંકાવનારો મોટો ફેરફાર, જાણો શું થશે ફાયદો ?

લાઇસન્સ બાબતે સરકાર નવા-નવા નિયમો લાવતી રહે છે,પરંતુ આ વખતે મોદી સરકારે એવો નિયમ લાવ્યા છે જેના કારણે લોકોને ઘણો ફાયદો થઇ શકે છે. ભારતની…

લાઇસન્સ બાબતે સરકાર નવા-નવા નિયમો લાવતી રહે છે,પરંતુ આ વખતે મોદી સરકારે એવો નિયમ લાવ્યા છે જેના કારણે લોકોને ઘણો ફાયદો થઇ શકે છે. ભારતની વધતી વસ્તીના કારણે લોકો વધુ ને વધુ ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવા માંગે છે. તેને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આ ફેરફારો કર્યા છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રોજગારીની તકો વધારવા સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે લઘુત્તમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની મર્યાદાઓ દૂર કરી દીધી છે. મંત્રાલય તરફથી આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલયના નોટિફિકેશન મુજબ, હવે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું અથવા રિન્યૂ કરાવવા માટે 8મું ધોરણ પાસની શૈક્ષણિક લાયકાતની જરૂરીયાત રહેશે નહીં.

મંત્રાલય દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એવા લોકો જે આઠમું પાસ નથી અને લાઇસન્સ બનાવવા માંગે છે, હવે તે પણ લાઇસન્સ બનાવી શકે છે. મોટર વાહન 1989ના અનુચ્છેદ 8માં સંશોધન કરવા માટે એક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આ સંબંધમાં એક ડ્રાફ તૈયાર કરી જલદી જ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. જોકે નિયમમાં ફેરફાર સાથે જ મંત્રાલયે એ પણ કહ્યું કે રોડ સુરક્ષાના નિયમોથી કોઇ સમાધાન કરવામાં આવશે નહી. ઓછું ભણેલા લોકોને ટ્રેનિંગ દ્વારા રોડ સુરક્ષાના નિયમો જણાવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે મોટર વાહન નિયમ 1989 ના નિયમ 8 હેઠળ કોઇ વાહન ચાલક માટે ધોરણ 8 પાસ હોવું જરૂરી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ગરીબ વર્ગના લોકોની આજીવિકાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી તે લોકોને તાત્કાલિક ફાયદો થશે જે આઠમું ધોરણ પાસ ન હોવાથી પોતાનું લાઇસન્સ રિન્યૂ કરાવી શકતા નથી. સરકારના આ નિર્ણયથી યુવાનો માટે રોજગારના અવસર ખુલશે અને આ નિર્ણય પરિવહન ક્ષેત્રનામાં લગભગ 22 લાખ ડ્રાઇવરોની ખોટને પૂરી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *