મહેન્દ્રસિંહ ધોનીએ છોડી CSK ની કેપ્ટનશીપ- જાણો ક્યા ખેલાડીને બનાવાયો કેપ્ટન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ગુરુવારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની કેપ્ટન્સી છોડી દીધી છે. તેના સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી છે. ધોની એક ખેલાડી તરીકે ટીમ સાથે રમવાનું ચાલુ રાખશે.

આ વખતે ચેન્નાઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂ. 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આ સિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો. આના પરથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.

જાડેજા ચેન્નાઈ ટીમનો ત્રીજો કેપ્ટન હશે
33 વર્ષીય જાડેજા 2012થી ચેન્નાઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે જેમાંથી ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે.

40 વર્ષીય ધોની 2008માં લીગની શરૂઆતથી જ CSKનો કેપ્ટન છે અને આ તેની છેલ્લી IPL હોઈ શકે છે. તે પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. સુનીલ ગાવસ્કરે પણ સ્વીકાર્યું છે કે, ‘રવીન્દ્ર જાડેજા વર્ષોથી એક ખેલાડી તરીકે પરિપક્વ થયો છે, તેણે તેની રમતના સંદર્ભમાં જે રીતે વિકાસ કર્યો છે અને જે રીતે તે મેચની પરિસ્થિતિઓ અનુસાર રમે છે. હા, તે અદ્ભુત ખેલાડી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *