માર્ગ અક્સ્માતમાં ઘાયલ થયેલી બાળકીને મદદ કરવાની જગ્યાએ નરાધમોએ દુષ્કર્મ આચર્યું

ઉત્તર પ્રદેશ: રાજધાની દિલ્હી (Delhi)ને અડીને આવેલા નોઈડામાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓનો ગ્રાફ ઝડપથી ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના નોઈડા(Noida)…

ઉત્તર પ્રદેશ: રાજધાની દિલ્હી (Delhi)ને અડીને આવેલા નોઈડામાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓનો ગ્રાફ ઝડપથી ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના નોઈડા(Noida) ફેઝ વનના સેક્ટર 5 પાસે દુષ્કર્મનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ સગીર પર મદદના બહાને દુષ્કર્મ ગુજારવાનો મામલો અહીં સામે આવ્યો છે.

મળેલી માહિતી અનુસાર, મંગળવારે મોડી રાત્રે અહીંથી બાઇક પર જઇ રહેલા કાકા અને ભત્રીજીને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કાકા બેહોશ થઈ ગયા અને સગીર ત્યાં ઉભી રહીને મદદ માટે આજીજી કરી રહી હતી. યુવતીનો અવાજ સાંભળીને મદદ કરવાના બહાને આવેલા યુવકે યુવતીને બળજબરીથી પોતાની સાથે લઈ જઈ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ યુવક નોઈડા સેક્ટર-8 થી પરત ફરી રહ્યો હતો.

પોલીસને આપેલી ફરિયાદમાં વ્યક્તિએ જણાવ્યું કે, તે પોલીસ સ્ટેશનના સેક્ટરમાં પરિવાર સાથે રહે છે. તે પૂજાના સામાનની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વ્યક્તિએ જણાવ્યું કે તેનો ભાઈ તેની 16 વર્ષની પુત્રી સાથે સેક્ટર-8માં તેના મામાના ઘરે ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે સેક્ટર 5માં તેની બાઇકને અકસ્માત નડ્યો હતો, અકસ્માત બાદ બાઇક સવાર બેભાન થઇ ગયો હતો, તેની ભત્રીજીને ઇજા થઇ હતી. ત્યારપછી અજય નામનો વ્યક્તિ સ્થળ પર પહોંચ્યો અને મદદ માંગી અને હોસ્પિટલના બહાને પોતાની સાથે દિલ્હી લઈ ગયો અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.

પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી અજય ઉર્ફે મુન્નાની બંસમંડી ચોકડી પાસેથી ધરપકડ કરી હતી. આરોપી જેજે કોલોની કોલોની સેક્ટર 5નો રહેવાસી છે. હાલ પોલીસ આ કેસમાં આરોપી અજયની પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *