લંડનની ગલીઓમાં ટહેલવા નીકળ્યા MS ધોની, અચાનક ભીડ થઇ અને ધક્કામુક્કીમાં… -જુઓ વિડીયો

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni) આ દિવસોમાં લંડન(London)માં છે. જ્યારે ધોની લંડનની સડકો પર ફરવા નીકળ્યો ત્યારે તે…

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni) આ દિવસોમાં લંડન(London)માં છે. જ્યારે ધોની લંડનની સડકો પર ફરવા નીકળ્યો ત્યારે તે ભારતીય પ્રશંસકોથી ઘેરાઈ ગયો અને લોકો સેલ્ફી લેવા લાગ્યા. ત્યારે તે લંડનની સડકો પર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ દરમિયાન ધોનીને એક પ્રશંસકે ધક્કો માર્યો હતો. જેના કારણે તેને ઠોકર લાગી હતી અને તેના હાથમાં રાખેલી વસ્તુઓ પડી ગઈ. જોકે, ધોનીએ આ બાબત પર કંઈ ન કહ્યું અને સામાન ઉપાડીને ચાલવા લાગ્યો.

જ્યારે સુરક્ષાકર્મીઓએ જોયું કે ધોની મુશ્કેલીમાં છે, ત્યારે તરત જ ધોનીનો સાથ આપ્યો અને ધોનીને સુરક્ષિત તેની  કારમાં લઈ ગયા. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધોની આ દિવસોમાં લંડનમાં છે. તે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બંને વનડે જોવા માટે આવ્યો હતો. આ દરમિયાન ધોની ઘણા સ્ટાર્સને પણ મળ્યો હતો. ટી20 સિરીઝ દરમિયાન ધોની ડ્રેસિંગ રૂમમાં પણ પહોંચ્યો હતો.

રૈના-શાસ્ત્રી સાથે જોવા મળ્યો હતો:
વનડે મેચ દરમિયાન ધોની અને સુરેશ રૈના લંડનમાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ એકસાથે મેચની મજા માણી હતી, પરંતુ બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો 100 રનથી પરાજય થયો હતો. આટલું જ નહીં ધોની હરભજન સિંહને પણ મળ્યો હતો. આ સિવાય સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકર પણ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે મેચ જોવા આવ્યા હતા.

માહીએ પોતાનો જન્મદિવસ લંડનમાં સેલિબ્રેટ કર્યો હતો:
માહીએ 7 જુલાઈએ લંડનમાં તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો હતો. જે બાદ તે વિંબલડન મેચ જોવા આવ્યો હતો. ધોનીની પત્ની સાક્ષીએ બર્થડે સેલિબ્રેશનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફોટોમાં રિષભ પંત પણ જોવા મળ્યો હતો. ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. તેમની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 2007નો T20 વર્લ્ડ કપ, 2011 વનડે વર્લ્ડ કપ જીત્યો છે. આ ઉપરાંત ટીમે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *