જાણો ક્યાં ખેલાડીએ છ બોલમાં ‘છ વિકેટ’ લઈને રચ્યો ઈતિહાસ -જુઓ વિડીયો

ક્રિકેટ(Cricket)માં દરરોજ એક નવો રેકોર્ડ(New record) બને છે. 19 સપ્ટેમ્બર 2007નો દિવસ ભાગ્યે જ કોઈ ભારતીય ભૂલી ગયો હશે. આ દિવસે ભારત અને ઈંગ્લેન્ડ T20…

ક્રિકેટ(Cricket)માં દરરોજ એક નવો રેકોર્ડ(New record) બને છે. 19 સપ્ટેમ્બર 2007નો દિવસ ભાગ્યે જ કોઈ ભારતીય ભૂલી ગયો હશે. આ દિવસે ભારત અને ઈંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ મેચ ચાલી રહી હતી અને યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ક્રિકેટ ચાહકો તે ક્ષણ ક્યારેય ભૂલી શકતા નથી. જયારે હાલ વધુ એક ચોંકાવનારો રેકોર્ડ બન્યો છે. નેપાળ પ્રો ક્લબ ચેમ્પિયનશિપ 2022ની મેચમાં 6 બોલમાં 6 વિકેટ પડી. તેમાં હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. આ સિદ્ધિ હાંસલ કરનાર બોલર ડાબોડી સ્પિનર ​​વિરનદીપ સિંહ છે.

નેપાળ પ્રો-ક્લબ ચેમ્પિયનશિપ મેચો રમાઈ રહી છે. બુધવારે મલેશિયા ક્લબ ઈલેવન અને પુશ સ્પોર્ટ્સ દિલ્હી વચ્ચે મેચ ચાલી રહી હતી. આ મેચમાં 6 બોલમાં 6 વિકેટ પડી હતી. આ ઓવરમાં ડાબોડી સ્પિનર ​​વિરનદીપ સિંહે 5 વિકેટ ઝડપી હતી. તેમાં હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. આવો રેકોર્ડ મેદાન પર ભાગ્યે જ જોવા મળે છે. ખાસ કરીને બોલિંગમાં હેટ્રિક રેકોર્ડ કરવી થોડી મુશ્કેલ છે. મલેશિયાના વીરનદીપ સિંહે આ સાથે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે 29 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂકેલ છે.

વિરનદીપની આ ઓવર ક્રિકેટના ઈતિહાસમાં નોંધાઈ હતી. જ્યારે આ રેકોર્ડ બન્યો ત્યારે સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકોએ તેની પ્રશંસા કરી હતી. ક્રિકેટમાં રેકોર્ડ બને છે અને તૂટયાં પણ છે, પરંતુ આવા રેકોર્ડ ભાગ્યે જ તૂટતા હોય છે. આ મેચમાં માત્ર 2 ઓવર ફેંકનાર વિરનદીપ સિંહે માત્ર 9 રન આપ્યા અને હેટ્રિક સહિત કુલ પાંચ વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલા એક ઓવરમાં 6 વિકેટ પડવાનો કારનામું વર્ષ 1951માં થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *