26 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) 2022ની શરૂઆત થવા જઈ રહી છે. જયારે ઇન્ડિયન પ્રીમિયર લીગ શરુ થતા પહેલા જ બધી ટીમો દ્વારા પ્રેક્ટિસ શરુ કરી દેવામાં આવી છે. જયારે આ ટીમોમાં એક ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) પણ જે પોતાની તૈયારીઓ સુરતમાં કરી રહી છે. જયારે ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(Captain Mahendra Singh Dhoni) પણ નેટ પ્રેક્ટિસમાં જોવા મળી રહ્યા છે. જયારે મહેન્દ્ર સિંહ ધોની ગઈ IPL 2021માં 16.29ની એવરેજથી 16 મેચમાં ફક્ત 114 રન જ બનાવ્યા હતા. જયારે કેટલીક મેચોમાં તે બેટિંગ કરતો પણ દેખાયો ન હતો.
View this post on Instagram
જયારે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટન્સીની રણનીતિ દ્વારા કોલકાતા નાઇટ રાઈડર્સને હરાવીને ચોથી વખત ટાઇટલ વર્ષ 2021માં અપાવ્યું હતું. તેથી જ મહેન્દ્ર સિંહ ધોની આજે પણ કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યો છે. તેથી તેને ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022ના મેગા ઓક્શન પહેલા 12 કરોડ રૂપિયામાં રિટેઇન કરવામાં આવ્યો હતો. જયારે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં મહેન્દ્ર સિંહ ધોની સિક્સ મારતો જોવા મળી રહ્યો છે.
#Yellove Carnival everywhere we go ? Thanks a ton for the roaring ?????, Surat!#WhistlePodu ? pic.twitter.com/9RVJmitzXZ
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) March 12, 2022
સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલ વિડીયોમાં દેખાય રહ્યું છે કે, ધોની ઇન્ટરનેશનલ કરિયર દરમિયાન આગળ આવીને જેમ સિક્સ મારતો તેવી જ રીતે આમાં પણ સિક્સ મારતો જોવા મળી રહ્યો છે. જયારે આ સિક્સ જોતા ફેન્સને તેના જુના દિવસોની યાદ આવી રહી છે. જયારે ગયા વર્ષની ચેમ્પિયન બનેલ ચેન્નાઇ સુપર કિંગ્સની પહેલી મેચ 26 માર્ચના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરવામાં છે. જયારે ફેન્સ દ્વારા માહી પર આશા લગાવવામાં આવી રહી છે કે, પહેલાની જેવો જ ધોની મેદાન પર દેખાય આવશે.
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ:
26 માર્ચ ચેન્નાઈ વર્સિસ કોલકાતા
31 માર્ચ ચેન્નાઈ વર્સિસ લખનૌ સુપર જાયન્ટ્સ
3 એપ્રિલ ચેન્નાઈ વર્સિસ પંજાબ કિંગ્સ
9 એપ્રિલ ચેન્નાઈ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ
12 એપ્રિલ ચેન્નાઈ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
17 એપ્રિલ ચેન્નાઈ વર્સિસ ગુજરાત ટાઈટન્સ
21 એપ્રિલ ચેન્નાઈ વર્સિસ મુંબઈ ઈન્ડિયન્સ
25 એપ્રિલ ચેન્નાઈ વર્સિસ પંજાબ કિંગ્સ
1 મે ચેન્નાઈ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ
4 મે ચેન્નાઈ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
8 મે ચેન્નાઈ વર્સિસ દિલ્હી કેપિટલ્સ
12 મે ચેન્નાઈ વર્સિસ મુંબઈ ઈન્ડિયન્સ
15 મે ચેન્નાઈ વર્સિસ ગુજરાત ટાઈટન્સ
20 મે ચેન્નાઈ વર્સિસ રાજસ્થાન રોયલ્સ
Meeting in the Middle! ? in Practice!
?? https://t.co/jcD4NsNQ2t#WhistlePodu ? pic.twitter.com/QvrHYDiLi4— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) March 12, 2022
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનાં ખેલાડીઓ:
કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, મોઇન અલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા, દીપક ચાહેર, કે.એમ. આસિફ, તુષાર દેશ પાંડે, શિવમ દુબે, મહિશ તીક્ષ્ણા, રાજવર્ધન હેંગરગેકર, સમરજીત સિંહ, દેવોન કોન્વે, ડ્વેન પ્રિટેરિયસ, મિચેલ સેન્ટનર, એડમલ મિલ્ન, શુભ્રાશું સેનાપતિ, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સી. હારી નિશાંત, એન. જગદીશન, ક્રિસ જૉર્ડન, કે. ભગત વર્મા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.