IPL બાદ આ વિસ્ફોટક ઓલરાઉન્ડરે ખરીદી નવી મર્સિડીઝ કાર -કિંમત સાંભળી આંખો પહોળી થઇ જશે

આઈપીએલ 2022 પૂરી થયાને થોડા દિવસો જ થયા છે. આઈપીએલના વિસ્ફોટક ઓલરાઉન્ડરે હાલમાં જ એક મર્સિડીઝ કાર ખરીદી છે. ખાસ વાત એ છે કે આ…

આઈપીએલ 2022 પૂરી થયાને થોડા દિવસો જ થયા છે. આઈપીએલના વિસ્ફોટક ઓલરાઉન્ડરે હાલમાં જ એક મર્સિડીઝ કાર ખરીદી છે. ખાસ વાત એ છે કે આ ખેલાડીએ આ કાર પોતાને ગિફ્ટ કરી છે. આ ખેલાડી તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે. IPLની આ સિઝનમાં પણ આ ખેલાડીની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જાણવા મળ્યું છે કે આ કારની કિંમત ૩.૧૨ કરોડ રૂપિયા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમના વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે (Andre Russell) પોતાને એક તદ્દન નવી કાર ભેટમાં આપી છે. IPL બાદ આરામ કરી રહેલા રસેલે મર્સિડીઝ બેન્ઝ AMG GT સ્પોર્ટ્સ કાર ખરીદી છે. રસેલે આ નવી કાર સાથેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે આ વીડિયો સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

રસેલે પોતાને જ ગિફ્ટ કરવા માટે આ કાર ખરીદી છે. કાર સાથેનો વીડિયો શેર કરતા રસેલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, ‘હું હંમેશા મોટા સપના જોઉં છું! પરંતુ સખત મહેનત અને સમર્પણ સાથે, આ સપના પણ વાસ્તવિકતામાં ફેરવાય છે. ભગવાન ખુબ સારા છે.’ રસેલની આ પોસ્ટ પર ક્રિસ ગેલ, સૂર્યકુમાર યાદવ, તબરેઝ શમ્સી, ડેરેન સેમીએ જવાબ આપતાં અભિનંદન પાઠવ્યા છે.

આન્દ્રે રસેલે IPL 2022માં 14 મેચ રમી, 12 ઇનિંગ્સમાં 335 રન બનાવ્યા. આ દરમિયાન તેણે કુલ 32 સિક્સ અને 18 ફોર ફટકારી હતી. તેણે આ સિઝનમાં પોતાની ટીમ માટે 17 વિકેટ પણ લીધી હતી. પરંતુ તેની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. સીઝનની શરૂઆત પહેલા, આન્દ્રે રસેલને કોલકાતા ફ્રેન્ચાઇઝીએ 12 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *