IPL 2025 પછી પણ MS ધોની નહીં લે સંન્યાસ; ચોંકાવનારા દાવાથી ખળભળાટ

DHONI Retirement: મહેન્દ્ર સિંહ ધોનીએ 2019 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. જોકે. તે હજુ પણ IPLમાં રમવાનું ચાલુ રાખે છે. 22 માર્ચથી શરૂ થઈ રહેલી (DHONI Retirement) આ ટુર્નામેન્ટ પહેલા ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તે આ ટુર્નામેન્ટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે? તેના સાથી ક્રિકેટરે આનો જવાબ આપ્યો છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2019 ODI વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. જોકે, આ પછી પણ તેણે IPLમાં રમવાનું ચાલુ રાખ્યું. તેણે IPL 2023 સીઝન પછી ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી.

એવું લાગતું હતું કે 2024 તેની છેલ્લી સીઝન હશે. પરંતુ તેણે આ વર્ષે પણ રમવાનું નક્કી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. હવે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે તે આ ટુર્નામેન્ટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે. જોકે, હવે તેના સાથી CSK ક્રિકેટર રોબિન ઉથપ્પાએ તેના રમવા અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ધોની 2029 સુધી રમી શકે છે.

ધોની સાથે રમનારા મોટાભાગના ક્રિકેટરો IPLમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હવે બધાની નજર તેના પર ટકેલી છે. દર સીઝનની જેમ, આ વખતે પણ સીઝન શરૂ થાય તે પહેલાં, પ્રશ્ન એ છે કે શું આ ધોનીની છેલ્લી સીઝન હશે? ધોનીએ પોતે કંઈ કહ્યું નહીં, પરંતુ તેના સાથી ખેલાડી ઉથપ્પાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.JioHotstar શોમાં બોલતા, તેમણે કહ્યું, “જો તમારી પાસે કુશળતા અને જુસ્સો હોય, તો મને નથી લાગતું કે કોઈને રોકવું જોઈએ.

જો તે આ સિઝન પછી નિવૃત્તિ લે છે, તો મને આશ્ચર્ય થશે નહીં. પણ જો તે આગામી ચાર સીઝન સુધી રમે તો પણ મને આશ્ચર્ય થશે નહીં. જોકે, ધોનીએ હજુ સુધી પોતાની નિવૃત્તિ વિશે કંઈ કહ્યું નથી.